ઉદય રંજન/અમદાવાદ: મહિલાઓને રીક્ષામાં બેસાડી સોનાના દાગીનાની ચોરી કરતી ટોળકી પોલીસે ઝડપી પાડી છે. શહેરની ઝોન 1 એલસીબીએ 4 આરોપીની ધરપકડ કરી 3 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે ગુનાનો ભેદ ઉકેલાયો છે ઉલેખનીય છે કે આરોપી રિક્ષાનો નંબર ન ઓળખાય એ માટેથી નંબર પ્લેટ પર લીંબુ મરચા લટકાવતા હોવાનો ખુલાસો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલામાં હવે કોંગ્રેસ કૂદી! ધાનાણી અને જિજ્ઞેશ મેવાણીએ ઘી હોમ્યું! આ નિવેદનથી વિવાદ


અમદાવાદ શહેરમાં એકલી ફરતી મહિલાને મુસાફર તરીકે રિક્ષામાં બેસાડી કિંમતી માલ સમાન ની ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે. લાલા પટણી, પ્રકાશ ઉર્ફે શૈલેષ ઉર્ફે ઓડો પટણી, જીગ્નેશ મસ્કે અને કનુ પટણી છે,. ઝડપાયેલા આરોપી મહિલાને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી તેમણે પહેરેલા દાગીના કટર વડે કાપી ચોરી કરતા હોવાનું તપાસ માં સામે આવ્યું છે. આરોપી રિક્ષામાં પોતાની ગેંગના અન્ય સાગરીતોને મુસાફર તરીકે બેસાડી ચોરી કરાવતા હતા. પોલીસે આરોપી પાસેથી 1.34 લાખના દાગીના મળી 2.94 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. 


રૂપાલાની મુસીબત વધી! બેઠકમાં કોઈ સમાધાન નહીં, 'ક્ષત્રિયોની એક જ માંગ, ઉમેદવાર બદલો'


ઝડપાયેલા આરોપી ની પુછપરછ કરતા સામે આવ્યું કે તેઓ એ અમદાવાદના નવરંગપુરા અને ગાંધીનગર ના અડાલજમાં મહિલાના દાગીના ચોરી કર્યા હોવાની કબુલાત કરી છે. ચોરી કર્યા બાદ સીસી ટીવી માં રિક્ષા અને નંબર ઓળખાય ન જાય અને પોલીસથી બચવા માટે રિક્ષાની નંબર પ્લેટ પર લીંબુ અને મરચા લટકાવતા હતા. જેથી તેમની રિક્ષાનો નંબર પોલીસ ન જોઈ શકે. તેમ છતા સીસીટીવીની મદદથી અને આરોપીના અગાઉના ગુનાની વિગતના આધારે આરોપી સુધી પોલીસ પહોંચી ગઈ. 


જેના દમ પર ભાજપ શક્તિશાળી બન્યો, તેને કોની લાગી નજર? વિરોધના વંટોળ વચ્ચે નવો પડકાર


મહત્વનું છે કે આરોપી ની પુછપરછમાં હજી બે જ ગુનાનો ભેદ ઉકેલાયો છે. જોકે પોલીસને શંકા છે કે આરોપીની પુછપરછમાં અન્ય ગુનાનો પણ ભેદ ઉકેલાશે. સાથે જ ચોરીનો મુદ્દામાલ ક્યાં અને કોને વેચતા હતા. તે અંગે પણ પોલીસે તપાસ શરુ કરી છે. ત્યારે પોલીસ પણ અપીલ કરી રહી છે કે એકલી મહિલાઓ રિક્ષામાં મુસાફરી સમયે સાવચેત રહે.