મૌલિક ધામેચા/અમદાવાદ: IANT ઈન્સ્ટીટ્યુટની મહિલા કર્મચારીએ નોંધાવેલી ફરિયાદમાં માર્કેટિંગ મેનેજર બાદ ડાયરેક્ટરની પણ સંડોવણી સામે આવતા પોલીસે ડાયરેક્ટરની પણ શોધખોળ હાથ ધરી છે. માર્કેટિંગ મેનેજરની મહિલા પોલીસે ધરપકડ કર્યા બાદ ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટરની શોધખોળ હાથ ધરી છે. મહિલા પોલીસે બ્લેક મેઈલીગ અને ધમકી આપવાનો અગાઉ ગુનો નોંધ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં 5 કરતા વધુ બ્રાંચ ધરાવતી IANT ઈન્સ્ટીટ્યુટની મહિલા કર્મચારીએ નોંધાવેલી બ્લેકમેઈલીંગ અને દુષ્કર્મની ફરિયાદના મુખ્ય આરોપી મનીષ બારોટની મહિલા પોલીસે ધરપકડ કરી છે. જોકે મહિલાના નિવેદન અને આરોપીની પુછપરછમાં ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર અજય વ્યાસનું નામ સામે આવતા પોલીસે તેની પણ શોધખોળ હાથ ધરી છે.


સુરત: પ્રદુષણની માત્રા ઘટાડવા મનપા 10 લાખ છોડવા આપશે, એપમાં મળશે ડિટેઇલ



ફરિયાદી મહિલાએ ફરિયાદમાં રજૂઆત કરી હતી કે, માર્કેટીંગ મેનેજરે ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યુ હતું. તો ગુનાના બીજા આરોપી અને ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર અજય વ્યાસે ફરિયાદ ન કરવા ધમકી આપી હતી. જો મહિલા ફરિયાદ નોંધાવશે તો ડાયરકેટર આરોપીની મદદ કરશે અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતીતેથી પોલીસે તેની પણ શોધખોળ હાથ ધરી છે.