ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને વાહન પાર્કિંગની છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું ચાર સપ્તાહ પછી પણ રોડ પર કોઈ ફરક દેખાતો નથી. કાગળ પર બધુ થઈ રહ્યું છે પરંતુ રોડ પર કામ નથી થતું. તમે ક્રોસ રોડ પર જઈને જુઓ. તમારા કોન્સ્ટેબલ શું કરી રહ્યા છે. ગલ્લે પાન ખાતા લોકો અને કોન્સ્ટેબલના રોડ ઉપર થતાં કામમાં કોઈ ફેર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાંગરની ખેતી કરતાં ગુજરાતના ખેડૂતોની વધી ચિંતા? કારણ છે ચોંકાવનારું, સરકારને અપીલ


હાઇકોર્ટમાં ટ્રાફિક JCPના સોગંદનામા પર અરજદારે સવાલ ઉઠાવ્યા છે. કહ્યું કે, સોગંદનામાના નામે માત્ર આશ્વાસન જ મળે છે. મોટા સાહેબ આવે ત્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે. જો કે સરકારી વકીલે બચાવમાં કહ્યું બોપલ-આંબલી રોડ, કારગીલ જંક્શન રોડ નજીક સ્થિતિ સુધરી છે. તો હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું અમદાવાદ માત્ર 3 એરિયા પૂરતું જ સીમિત નથી. અહીં રાજ્યની સમસ્યા મુદ્દે સુનાવણી કરી રહ્યા છીએ.


કાલથી ગુજરાતમાં શરૂ થશે ભારે વરસાદનો નવો રાઉન્ડ! આ વિસ્તારોમાં પડશે, આજે ક્યા નોંધાય


ઉલ્લેખનીય છે કે, શહેરમાં દિન-પ્રતિદિન વાહનો વધવાની સાથે સાથે ટ્રાફિક સમસ્યાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આ મામલે હાઇકોર્ટે ટ્રાફિક પોલીસની આકરી ઝાટકણી કાઢી છે. જેને પગલે આજે કોર્ટની અંદર ટ્રાફિક પોલીસે 15 દિવસની અંદર કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ સોંપ્યો હતો. પોલીસે નોંધેલા ગુના સહિતની કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો હતો.


અંબાલાલની ભયંકર આગાહી; ગુજરાત પર બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય! ક્યાં પડશે ભારે વરસાદ?