મૌલિક ધામેચા/અમદાવાદ: વિદ્યાર્થીઓને અભ્યાસ હેતુસર ટેબલેટ આપવાના બહાને છેતરપિંડી કરતા પિતા-પુત્ર વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે 28 કરોડ 78 લાખની ફરિયાદ નોંધી સાઇબર ક્રાઇમ પોલીસે પિતાની ધરપકડ કરી છે. જોકે આરોપી પુત્ર ફરાર છે. પોલીસે આરોપીના બેંક એકાઉન્ટ ની માહિતી મેળવી તેમના સુધી પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોત પહેલાંનો વીડિયો: યુવકે કરૂણ આક્રંદ સાથે ગળેફાંસો ખાધો, સ્યૂસાઇડ નોટમાં લખી કહાની


પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ ઠાકરશી ખેની છે. મૂળ સુરતના વરાછા વિસ્તારનો રહેવાસી આરોપી અને તેના દીકરાને અમદાવાદના એક વેપારીને સોફ્ટવેર ડેવલપમેન્ટ ના ઈન્વેસ્ટમેન્ટ પર 30 ટકાથી વધુનું પ્રોફિટ બતાવી છેતરપિંડી કર્યાનો આરોપ લાગ્યો છે. જેમાં એક ફરિયાદી પાસેથી આરોપીએ 28 કરોડ 87 લાખ 88 હજાર 720 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પણ સાઈબર ક્રાઇમમાં પિતા પુત્ર વિરુદ્ધ નોંધાઇ છે. આરોપીઓ યસ વર્લ્ડ પ્રોડ્યુસ પ્રાઇવેટ લિમિટેડ નામે કંપની ધરાવી અલગ અલગ સ્કીમ હેઠળ રોકાણ કરાવતા. જેમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બહાને પણ છેતરપિંડી કરવામાં આવતી હતી.


ટેકાના ભાવની ખરીદીને લઈ ગુજરાતના ખેડૂતો માટે હિતકારી નિર્ણય, કૃષિમંત્રીએ કરી જાહેરાત


અમદાવાદ સાયબર ક્રાઈમમાં 28 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ ઠાકરશી ખેની અને તેમના દિકરા સાવન ખેની ની શોધખોળ હાથ ધરી હતી જેમાં આરોપીએ વાપરેલા મોબાઈલ નંબર,બેન્ક એકાઉન્ટ ની વિગત તથા આઈએમઈઆઈ નંબર અને આપી એડ્રેસ મેળવી આરોપી ની શોધખોળ કરતા ઠાકરશી ખેની સુરત ખાતેથી મળી આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચ ની મદદથી ઘર પકડ કરવામાં આવી છે. જોકે તેમનો પુત્ર હજી પણ ફરાર છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


ગામનો દરેક વ્યક્તિ કરોડપતિ: આ ખેતીએ માલામાલ કરી દીધા, 150 કરોડનું છે ટર્નઓવર


સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે આરોપી પિતા પુત્ર 2016 થી સોફ્ટવેર કંપની ચલાવે છે.અને કસ્ટમર પાસેથી બેંકમાં રૂપિયા જમા કરાવવા, સ્ટુડન્ટોને ટેબલેટ આપવા, રોકાણમાં વધુ નફો આપવો જેવી અલગ અલગ સ્કીમો બનાવી લોકો સાથે છેતરપિંડી કરે છે. જેથી પોલીસે આરોપીના મોબાઇલ અને કોમ્પ્યુટર જમા કરી આરોપીઓએ કેટલા રૂપિયા ક્યારે કોની પાસેથી મેળવ્યા તે અંગે તપાસ હાથ ધરી છે, જેથી કરી આરોપી વિરુદ્ધ વધુ ફરિયાદો થઈ શકે છે.