આશ્કા જાની/અમદાવાદ :ઓડિશાના જગન્નાથ પુરી રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કોરોનાકાળમાં રથયાત્રાની મંજૂરી નથી. આ યાત્રા 23 જૂનના રોજ નીકળનારી ઓરિસ્સાની રથયાત્રાની લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. પરંતુ હવે તેના આયોજન પર સુપ્રિમ કોર્ટે બ્રેક લગાવી છે. તો ગુજરાતમાં નીકળતી રથયાત્રા પર પણ તેની અસર થઈ શકે છે. રથયાત્રાને મંજૂરી ન આપવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં અરજદાર રજૂઆત કરી છે કે, કોરોનાના સંકટને કારણે રથયાત્રાની મંજૂરી પર પ્રતિબંધ મૂકો. જો રથયાત્રાને મંજૂરી મળશે તો કોરોનાનો ચેપ ફેલાશે અને સ્થિતિ વધુ વકરશે. હાઈકોર્ટમાં કરાયેલા આ અરજી પર જલ્દીથી સુનવણી કરવાની માંગ પણ કરાઈ છે. ત્યારે સુનવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ અમદાવાદની જગન્નાથ યાત્રા પણ કેન્સલ થઈ શકે છે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં કોરોનાની સ્થિતિ પહેલેથી જ વકરેલી છે. આવામાં અમદાવાદની સ્થિતિને સરકારે મુશ્કેલીથી કાબૂમાં લીધી છે. રાજ્યમાં સુરક્ષા માટે પોલીસ બોલાવાય તો સંક્રમણનો ખતરો વધી શકે છે. તેમજ અમદાવાદમાં જે વિસ્તારમાં રથયાત્રા નીકળશે, ત્યાં કોરોનાના કન્ટેઈનમેન્ટ ઝોન વધુ આવેલા છે. આવામાં રાજ્ય સરકાર રથયાત્રા કેન્સલ કરવા અંગે કોઈ નિર્ણય લઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર