આશ્કા જાની/અમદાવાદ :હર ઘર તિરંગા અભિયાનને દેશભરમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ ચારેતરફ તિરંગો લહેરાવીને દેશને ત્રણ રંગોમાં રંગી નાંખ્યો. ત્યારે 15 ઓગસ્ટ બાદ હર ઘર તિરંગા અભિયાનમાં લાવેલા રાષ્ટ્રધ્વજે લોકો અનેકવાર ભૂલી જાય છે. કોઈ તેને કચરામાં ફેંકે છે, તો કોઈ અભરાઈએ ચઢાવી દે છે. આવામાં તિરંગાનું અપમાન ન થાય તે માટે અમદાવાદમાં કલ્પવૃક્ષ નામની સંસ્થાએ પહેલી શરૂ કરી છે. જેથી તિરંગા સાથે 50 રૂપિયા જમા કરાવનારને 1 કિલો ઓર્ગેનિક ખાંડ અથવા 1 કિલો ઓર્ગેનિક ગોળ સાથે ચાંદીનો સિક્કો અપાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હર ઘર તિરંગાને લઈ 13 થી 15 ઓગસ્ટ સુઘી દેશના તમામ ઘર, ઓફિસ, વાહનો પર તિરંગો લહેરાયો હતો. પરંતુ હવે તિરંગાનું અપમાન ન થાય તે માટે અમદાવાદની કલ્પવૃક્ષ નામની એક સંસ્થાએ પહેલ કરી છે. સંસ્થાએ લોકોને પોતાના પાસેના તિરંગા આપી જવાની ઓફર આપી છે. સંસ્થાએ ઓફર કરી કે, તિરંગો જમા કરવો અને 50 રૂપિયા જમા કરવો. એટલે તેની સામે 1 કિલો ઓર્ગેનિક ખાંડ અથવા 1 કિલો ઓર્ગેનિક ગોળ સાથે ચાંદીનો સિક્કો આપવામાં આવશે. 


આ પણ વાંચો : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી, પણ ડ્રગ્સની રેલમછેલ, હવે ગુજરાતમાં ડ્રગ્સ બનવા લાગ્યું


દર 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી પછી અમે જોઈએ છીએ કે તિરંગા રસ્તા અને કચરામાં પડેલા હોય છે. ત્યારે અમને સવાલ થાય છે કે શું આ દેશભક્તિ માત્ર એક જ દિવસની છે. મારું રાષ્ટ્રધ્વજ મારું સ્વાભિમાન હોવુ જોઈએ એ દ્રષ્ટિએ અમે નક્કી કર્યુ કે, આપણા રાષ્ટ્રધ્વજને અમે ભેગા કરીએ. પરંતુ સવાલ એ પણ હતો કે, લોકો અમારી પાસે જૂનો રાષ્ટ્રધ્વજ આપવા કેમ આપે. તેથી અમે આ વસ્તુઓ મફત આપવાની ઓફર આપી. અમે દરેક વ્યક્તિ દીઠ જેટલા તિરંગા જમા કરાવે તેટલી ભેટ આપીએ છીએ. હાલ 10 હજાર જેટલા લોકોને ચાંદીના સિક્કા આપીશું, પરંતુ જો તેના બાદ પણ વધુ લોકો આવવાની શરૂઆત થશે તો ખાંડ અને ગોળ આપવાનું ચાલુ રાખીશું. 


કલ્પવૃક્ષ સંસ્થા દ્વારા10 હજાર લોકોને આ ઓફર આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ જ્યાં જ્યાં કલ્પવૃક્ષ સંસ્થાની બ્રાન્ચ આવેલી છે ત્યાં આ યોજના ચાલુ છે. આ પાછળ સંસ્થાનો ઉદ્દેશ એટલો જ છે કે તિરંગો એ દેશની શાન છે, તેથી તેનું માન જળવાઈ રહે તે જરૂરી છે.