ગૌરવ પટેલ, અમદાવાદ: કોરોના મહામારીના લીધે છેલ્લા સાત મહિનાથી કાંકરિયા લેક બંધ હતું. પરંતુ હવે  દીવાળીના વેકેશનમાં મોટી સંખ્યામા લોકો કાંકરિયાની મુલાકાતે આવતા હોય છે. દિવાળીના તહેવારને જોતા પહેલી તારીખથી સમગ્ર કાંકરિયા પરિસર ખુલ્લું મુકવામાં આવશે. કાંકરિયા લેકની વાર્ષિક આવક 7 કરોડ છે પરંતુ છેલ્લા સાડા સાત મહિનાથી બંધ હોવાથી કોરોનાના કારણે લેક ફ્રન્ટને 6 કરોડથી વધુનું નુકસાન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે આજથી કાંકરિયા લેક ફ્રન્ટની તમામ એક્ટિવિટી શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાલ કાંકરિયા ખાતે સાફસફાઇ સહિતની કામગીરી કરવામાં આવી હતી. બાળકો માટેની નગરી કિડ્સ સિટીમાં પણ કલરકામ કરવામાં આવ્યું છે. કાંકરિયા ખાતે એક કલાકમાં 1 હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવશે તેમજ ફૂડ સ્ટોલ માટે ટેક અવે સિસ્ટમ રહેશે. જો ભીડ વધશે તો લેક બંધ કરવામાં આવશે.


અનલોકની સ્થિતિમાં કાંકરિયા લેક ખાતે લોકોની સંખ્યામાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે કોરોનાની ગાઇડલાઇન સાથે કાંકરિયા લેકફ્રન્ટમાં બાળકો માટે રાઇડ્સ, લેસર-શો, નોકરેટલ-ઝુ અને બોટિંગ શરૂ થશે. બલૂન, નાની રાઈડ્સ, ફૂડ કોર્ટ અને ફૂડ સ્ટોલ ચાલુ થશે. આ દરમિયાન મુલાકાતીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. લાયન્સ ધરાવતી રાઇડ્સ શરૂ થઇ શકશે. 


તાજેતરમાં મળતી માહિતી અનુસાર તહેવારોને ધ્યાનમાં રાખતા આજથી તમામ મનોરંજક પ્રવૃતિઓ શરૂ કરવા અંગે એએમસી વિચારણા કરી છે. તેના એએમસીએ શક્યતા શોધવાની પ્રક્રિયા શરૂ કરી છે. મીની ટ્રેન, કિડ્સ સિટી, નગીનાવાડી અને અન્ય રાઇડ શરૂ થઇ શકે. હાલ ફક્ત ઝુ, કાંકરિયા પરિસર અને બટરફલાય પાર્ક જ ખોલવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube