અમદાવાદ: રવિવારે કાંકરિયા બાલવાટિકા નજીક એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રાઈડ્સ ધડાકાભેર તૂટી છે. આ અકસ્માતમાં ત્રણના મોત થયાનું જાણવા મળે છે. અમદાવાદ મ્યુનિ. વિપક્ષના નેતા દિનેશ શર્માએ આ ઘટનાને તંત્રની ગંભીર બેદરકારીનું પ્રતીક ગણાવી ભાજપના શાસકોની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે, ‘અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોએ એમ્યુઝમેન્ટ પાર્કના નામે પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને સાચવવાનું સેટિંગ કર્યું છે’, જેથી આ એમ્યુઝમેન્ટ પાર્કમાં કોઈ નિયમોનું પાલન થતું નથી.


  1. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન કે ફાયર બ્રિગેડ પાસે એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડ્સની નિયમિત ચકાસણી માટે કોઈ નિયમ નથી. 

  2. શહેરના એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડ્સ કે આનંદ મેળાની રાઈડ્સના ઇન્સ્પેશન કોઈ વ્યવસ્થા નથી. બધું રામ ભરોસે ચાલે છે

  3. આ રાઈડ્સને કોઈ એન.ઓ.સી અપાતું નથી. કોટ્રાક્ટર રાઈડ્સની નિયમિત સર્વિસ કરવી ને સેફટીપૂર્વક સંચાલન કરી લેશે તેવુ તંત્ર માને છે, આવી વ્યવસ્થા ઉભી કરાતી નથી.

  4. અમદાવાદ મ્યુનિ. એમ્યુઝમેન્ટ પાર્કના કોન્ટ્રેક્ટ આપે છે પણ દુનિયાના દેશોમાં જેવી સેફટીના નિયમો છે તેવા કોઈ નિયમોનું પાલન કરાવવાનો કરાર કરતું નથી

  5. કોન્ટ્રાક્ટર એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડ્સમાં વધુ નફો રળવા માટે ક્ષમતા કરતા વધુ લોકો કે બાળકો બેસાડે છે પણ તંત્ર આંખ આડા કાન કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ LIVE TV:



આ રાઈડ્સ તૂટી જવા માટે ભાજપના શાસકોની કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગત જવાબદાર છે. આ કોન્ટ્રાક્ટરની સામે હત્યાની કલમ લગાવી કેસ નોંધવવો જોઈએ. જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ. એમ્યુઝમેન્ટ પાર્ક અને રાઈડ્સ ચકાસણી માટે કડક નિયમો બનાવવા જોઈએ.