તોડપાણીના આરોપમાં PSI ઘરભેગા! ટ્રાફિકમાં ઢીલી કામગીરીના લીધે PIની બદલી, અમદાવાદ પોલીસ કમિશ્નરે બોલાવ્યો સપાટો
અમદાવાદમાં આજે ખાડિયા પોલીસ સ્ટેશન અને સોલા પોલીસ સ્ટેશનના PIની બદલી કરાઈ છે. જેણા કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
ઝી બ્યુરો/અમદાવાદ: શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો- વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગમાં બદલીના ઓર્ડર અપાઈ રહ્યા છે. આ દિશામાં આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં આજે ખાડિયા પોલીસ સ્ટેશન અને સોલા પોલીસ સ્ટેશનના PIની બદલી કરાઈ છે. જેણા કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
ખાડિયા પોલીસ સ્ટેશનના PIની બદલી
અમદાવાદમાં આજે ખાડિયા પોલીસ સ્ટેશનના PIની બદલી કરાઈ છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા લાલઆંખ કરતા ખાડિયાના PI પી.ડી. સોલંકીની બદલી કરાઈ છે. બદલી થવા પાછળનું કારણ પણ સામે આવ્યું છે. જેમાં ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ડી. સોલંકીની ટ્રાફિક મેનેજમેન્ટમાં ઝીરો, નબળી કામગીરીને લઈ બદલી કરાઈ છે. રથયાત્રાની કામગીરી નબળી હોવાથી શહેર પોલીસ કમિશનર દ્વારા આકરા પગલાં લીધા છે.
હવે આજ બાકી હતું!! મહેસાણા દૂધસાગર ડેરીનું બટર ચોરાયું
સોલા પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ
બીજી બાજુ અમદાવાજના સોલા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરાયા હોવાના સમાચાર મળતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. સોલા પોલીસ સ્ટેશનના PSI અને ડીસ્ટાફ PSI જે.જે. રાણાને સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી મળી રહી છે. PSI જે.જે. રાણાએ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરીયાદ મળતા શહેર પોલીસ કમિશનર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતા તેમને સસ્પેન્ડ કરાયા છે.
રાજકોટ તોડકાંડ મામલે ફરિયાદી પોલીસ કમિશનરને કરશે રજૂઆત
રાજકોટ પૂર્વ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તોડકાંડ મામલે ફરિયાદી જગજીવન સખીયા ન્યાયિક તપાસ માટે નવા કમિશ્નરને રજુઆત કરવા જવાના છે. આગામી 4 થી 5 દિવસમાં નવા કમિશ્નર રાજુભાર્ગવને રજુઆત કરવા જશે. તોડકાંડ મામલે તપાસમાં ઢીલને લઈ રજુઆત કરવા જશે. તોડડકાંડ મામલે DCB પૂર્વ પી.આઈ, પી.એસ.આઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. તમને જણાવી દઈએ કે મનોજ અગ્રવાલની જૂનાગઢ ખાતે બદલી કરાઈ છે. જોકે સમગ્ર મામલે ACBમાં પણ તપાસ ચાલુ છે.
મહત્વનું છે કે, જગજીવન સખિયાએ કમિશનર પર તોડ કર્યાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ DCP, PI, PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે મનોજ અગ્રવાલની જૂનાગઢમાં બદલી કરાઈ હતી. હાલમાં સમગ્ર મામલે ACB તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube