PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટામાં વાગશે ગુજરાતનો ડંકો, જ્ઞાન સેતૂ બનીને MS યુનિ. આપશે દુનિયાને જાણકારી

નવી દિલ્હીમાં નવનિર્મિત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ મામલે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. નોલેજ પાર્ટનર તરીકે વડોદરાની MS યુનિવર્સિટીના કરાર થયા છે. મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અને કેન્દ્ર સાથે મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના MOU કરવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે અહીં મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો મહત્વની કામગીરી નિભાવશે. 

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટામાં વાગશે ગુજરાતનો ડંકો, જ્ઞાન સેતૂ બનીને MS યુનિ. આપશે દુનિયાને જાણકારી

ઝી બ્યુરો/અમદાવાદ: નવી દિલ્હીમાં નવનિર્મિત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ મામલે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. નોલેજ પાર્ટનર તરીકે વડોદરાની MS યુનિવર્સિટીના કરાર થયા છે. મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અને કેન્દ્ર સાથે મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના MOU કરવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે અહીં મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો મહત્વની કામગીરી નિભાવશે. 

આજે રાજ્યના શિક્ષણમંત્રીએ એક ટ્વીટ કર્યું છે. જેમાં જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, આપણા સૌ માટે ગર્વની વાત છે કે નિર્માણ પામી રહેલા સંસદભવન જે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે તેના નોલેજ પાર્ટનર તરીકે મિનિસ્ટરી ઓફ કલ્ચર, ભારત સરકાર અને બરોડાની એમ.એસ. યુનિ. વચ્ચે MOU થયા છે ત્યારે હું યુનિવર્સિટીના ઉપ-કુલપતિ, કર્મચારીઓ અને વિધાર્થીઓને અભિનંદન પાઠવું છું.

— Jitu Vaghani (@jitu_vaghani) June 7, 2022

મહત્વનું છે કે, નિર્માણધીન સંસદભવન ‘સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ’ તરીકે ઓળખાય છે. તે માટે નોલેજ પાર્ટનર તરીકે મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી સાથે MoU કરવામાં આવ્યા છે. જેમાં સંસ્કૃત, ટ્રેડિશનલ સ્ટડીઝ, વૈદિક સ્ટડીઝ, હિન્દુ સ્ટડીઝ, ભાતીગળ વાર્તા કથન, ઓરલ સ્ટડી, મેનુ સ્ક્રિપ્ટ લિપિ, ટ્રેડિશનલ નોલેજ સિસ્ટમ, ભાતીગળ નૃત્ય કલા, કલ્ચરલ ઇન્ફોર્મેશન, પર્ફોર્મિંગ આર્ટ્સ અને ફાઇન આર્ટસને લગતા વિવિધ વિષયો ઉપર પસંદગી કરવામાં આવી છે. 

તમને જણાવી દઈએ કે મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર વચ્ચે 3 જૂને MOU થયા છે. આ પ્રસંગે એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આપણા માટે ગૌરવની વાત છે કે યુનિવર્સિટી અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર વચ્ચે એક MOU સાઇન કરવામાં આવ્યા છે. 

તેમણે ઉમેર્યું હતું કે, સેન્ટ્રલ વિસ્ટામાં પીએમ મોદીના આગ્રહથી સમગ્ર દેશનું આર્ટવર્ક તેમાં સામેલ કરવાનું છે. જેમાં એમ.એસ.યુનિવર્સિટીને નોલેજ પાર્ટનર તરીકે પસંદગી કરવામાં આવી. આ બિલ્ડિંગમાં જુદાજુદા આર્ટવર્ક માટે યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો કામગીરી કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news