ઉદય રંજન/અમદાવાદઃ મેઘાણીનગર વિસ્તારમાંથી ભંવરલાલ શર્માએ પોલીસ કંટ્રોલ રૂમમાં એક મેસેજ લખાવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, પોતાનો દીકરો જેનું નામ લકી શર્મા છે અને જેને બાઈક પર આવેલ પ્રહલાદ જાટ અપહરણ કરીને ફરાર થઇ ગયો છે. આ મેસેજ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સહીત અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તપાસમાં લાગી ગઈ હતી. પોલીસે ફરિયાદી પાસેથી આરોપીની વિગતો મેળવી આરોપી અને બાળકનું પગેરું મેળવાનું શરુ કર્યું હતું. જેમાં પોલીસેને માલુમ થયું કે આરોપી બાળક સાથે રાજસ્થાન તરફ જઈ રહ્યો છે. ત્યારબાદ અમદાવાદ પોલીસે અરવલ્લી પોલીસને જાણ કરી હતી. પોલીસ શામળાજી બોર્ડર પાસે વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે આરોપી બાળકને બસમાં મકીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે બાળકનો કબજો મેળવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી પ્રહલાદ જાટ ભંવરલાલ શર્માને ત્યાં કેટરિંગની કારમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો અને હિસાબના બે હજાર લેવાના બાકી હોવાથી તેણે ફોન કર્યો ત્યારે આરોપી સાથે તકરાર થઈ હતી. તેનો બદલો લેવા માટે બાળકનું અપહરણ કરીને બે કરોડની ખંડણી માંગવાનો ઈરાદો હતો. 


પોલીસે છોડાવ્યા બાદ બાળકો કહ્યું કે, મને ડરાવવા માટે ફાયરિંગ કર્યું અને કહ્યું કે, તારા પિતા બે કરોડ નહીં આપે તો તેને મારી નાખીશ. 


હાલતો પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.