અમદાવાદ-કિશનગઢ ફ્લાઇટ રદ્દ, 40 પેસેન્જર્સને આખો દિવસ સુધી રઝળાવાયા
અમદાવાદથી કિશનગઢની સ્ટાર એરલાઇન્સની ફ્લાઇટ રદ્દ થતા 40 પેસેન્જર્સ 9 કલાક માટે રઝળી પડ્યા હતા. એરલાઇન્સે આ મુદ્દે કોઇ જ જવાબ નહી આપતા હોબાળો મચ્યો હતો. સવારે 10.30 વાગ્યે આવેલા પેસેન્જર્સ છેક સાંજે 06.30 વાગ્યે પરત ફર્યા હતા. અમદાવાદથી કિશનગઢ ફ્લાઇટ બપોરે 2.20 વાગ્યાની હતી. જેમાં પેસેન્જર્સ સાથે 10.30 વાગ્યાથી આવી પહોંચ્યા હતા. એરલાઇન્સે બપોરે બે વાગ્યે જાહેરાત કરી હતી કે, ફ્લાઇટ અડધો કલાક મોડી છે. ત્યાર બાદ 2.30 વાગ્યે એરલાઇન્સે રદ્દ કરાયાનું કહેતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો.
અમદાવાદ : અમદાવાદથી કિશનગઢની સ્ટાર એરલાઇન્સની ફ્લાઇટ રદ્દ થતા 40 પેસેન્જર્સ 9 કલાક માટે રઝળી પડ્યા હતા. એરલાઇન્સે આ મુદ્દે કોઇ જ જવાબ નહી આપતા હોબાળો મચ્યો હતો. સવારે 10.30 વાગ્યે આવેલા પેસેન્જર્સ છેક સાંજે 06.30 વાગ્યે પરત ફર્યા હતા. અમદાવાદથી કિશનગઢ ફ્લાઇટ બપોરે 2.20 વાગ્યાની હતી. જેમાં પેસેન્જર્સ સાથે 10.30 વાગ્યાથી આવી પહોંચ્યા હતા. એરલાઇન્સે બપોરે બે વાગ્યે જાહેરાત કરી હતી કે, ફ્લાઇટ અડધો કલાક મોડી છે. ત્યાર બાદ 2.30 વાગ્યે એરલાઇન્સે રદ્દ કરાયાનું કહેતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો.
પત્ની પિયર જતા યુવકે અન્ય યુવતી સાથે બાંધા સંબંધ, OYO રૂમમાં મળવા માટે બોલાવી અને...
પેસેન્જરોએ કહ્યું કે, ફ્લાઇટ રદ્દ કરી તેની સાથે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની કંપનીની ફરજ છે. 40 માંથી સાત પેસેન્જર્સને હોસ્પિટલ ઇમરજન્સી હોવાથી કેટલાક લોકો રજા હોવાને કારણે ફરવા જવા માટેનું આયોજન પણ કર્યું હતું. અંતે 100 નંબર પર ફોન કરી પોલીસને બોલાવાઇ હતી. એરલાઇન્સનો પ્રશ્ન હોવાથી પોલીસ કોઇ કાર્યવાહી કરી શકી નહોતી. એરલાઇન્સ 80 ટકા રકમ પરત આપવાની જાહેરાત કરી હતી. હોબાળો થતા કંપનીએ સંપુર્ણ રકમ પરત કરવાનો નિર્ણય કર્યો હતો.
ઉતરાયણનાં દિવસે સોમનાથ મંદિરમાંથી મળી આવ્યું અનોખુ પ્રાચીન મંદિર અને પ્રતિમાઓ
એરલાઇન્સે નાસ્તો કે જમવાનું પણ આપ્યું નહી હોવાનો પેસેન્જર્સ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અનેક વખત ફ્લાઇટ રદ્દ થવાનાં કિસ્સામાં પેસેન્જર્સ અને ફ્લાઇટ સ્ટાફ વચ્ચે સંઘર્ષ થતા હોવાનાં કિસ્સા સામે આવતા રહે છે. જો કે ફ્લાઇટ દ્વારા સારી હોસ્પિટાલિટી અને સ્ટાફનું શાલિન વર્તન ઘણી હદે કિસ્સાને શાંતિથી ઉકેલવા માટે પુરતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube