અમદાવાદ : ગ્રામ્યના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શ્રમજીવી પરિવારની સગીર દીકરીને મકાન માલિકના દીકરાએ ઘરનાખાટલામાં બંન્ને હાથ કપડાથી બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. આ મુદ્દે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બારેજા ગામમાં યુવકે પોતાની પત્ની અને 3 બાળકો સાથે રહે છે. યુવક પોતાની પત્ની સાથે કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ફરિયાદી 4 માર્ચે પોતાની પત્ની સાથે સવારે કડિયા કામ માટે ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંદુ મંદિર બહાર કોથળાઓ ભરીને નોનવેજ અને દારૂની બોટલો ફેંકાતા વિવાદ, કડક કાર્યવાહીની માંગ


બે દીકરાઓ શાળાએ ગયા હતા. જ્યારે ફરિયાદીની 13 વર્ષની સગીર દીકરીએ તબિયત ખરાબ હોવાના કારણે શાળાએ ગઇ નહોતી. સાંજે 6 વાગ્યે ફરિયાદીએ ફોન કરીને દિકરીના ખબર અંતર પુછતા તેઓના મોટા દીકરાએ ફોન ઉપાડ્યો હતો. રડતા રડતા જવાબ આપ્યો કે, 3 વાગ્યે ટ્યુશનથી ઘરે આવ્યો હતો ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. જ્યારે સગીર વયની દિકરી ઘરમાં રડી રહી હતી. જેથી તેણે દરવાજો ખોલતા મકાન માલિકનો દીકરો અંદરથી બહાર નિકળ્યો હતો. 


સુરતમાં ગજબની ઓફર, માત્ર 100 રૂપિયામાં આખો મહિનો સુરત આખામાં ફરો


દરવાજો ખોલીને તે ભાગીને જતો રહ્યો હતો. દીકરાએ ઘરની અંદર જઇને જોયું તો સગીરા ઘરના ખાટલા પર અર્ધનગ્ન હાલતમાં રડી રહી હતી. તેના બંન્ને હાથ કપડાથી બાંધેલા હતા. તેણે બહેનના બંન્ને હાથ ખોલી નાખ્યા હતા. સગીરા ઘરે એકલી હતી ત્યારે મકાન માલિકનો દીકોર ઘરમાં મોબાઇલ ફોન ચાર્જિંગમાં મુક્યો હતો. આરોપીએ જબરજસ્તી કરી તેને ઘરના ખાટલામાં સુવડાવી દરવાજો અંદર બંધ કર્યો હતો. તેને ખાટલા સાથે બાંધીને તેના વસ્ત્રો ફાડી નાખ્યા હતા અને તેની સાથે ખરાબ કૃત્ય આચર્યું હતું. હાલ તો અસલાલી પોલીસે ગુનો દાખલ કરીને સમગ્ર મામલે તપાસ આદરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube