સુરતમાં ગજબની ઓફર, માત્ર 100 રૂપિયામાં આખો મહિનો સુરત આખામાં ફરો

સુરત મહાનગર પાલિકા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી માત્ર 100 રૂપિયામા આખો મહિનો સુરતભરમાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. તો સાથે જ સિટી, બીઆરટીએસ બસમાં આખા વર્ષમાં માત્ર હજાર રૂપિયામાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. એટલે કે માત્ર 100 રૂપિયામાં આખો મહિનો સુરતમાં ગમે ત્યાં ફરી શકાશે. 

સુરતમાં ગજબની ઓફર, માત્ર 100 રૂપિયામાં આખો મહિનો સુરત આખામાં ફરો

તેજશ મોદી/સુરત :સુરત મહાનગર પાલિકા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી માત્ર 100 રૂપિયામા આખો મહિનો સુરતભરમાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. તો સાથે જ સિટી, બીઆરટીએસ બસમાં આખા વર્ષમાં માત્ર હજાર રૂપિયામાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. એટલે કે માત્ર 100 રૂપિયામાં આખો મહિનો સુરતમાં ગમે ત્યાં ફરી શકાશે. 

સુરત પાલિકા દ્વારા આ ખાસ ઓફર આપવામાં આવી છે. પાલિકા દ્વારા મનીકાર્ડ ધારકોને આ રાહત આપવામાં આવી છે.  જેનો લાભ વિદ્યાર્થીઓ અને સિનિયરી સિટીઝન વર્ગને થશે. સુરત પાલિકાની આ પ્રકારની ઓફિસથી બસની સુવિધાથી પર્યાવરણની જાળવણીની સાથે ટ્રાફિકનું ભારણ પણ ઘટાડવા પ્રયાસ કરાશે. જોકે લોકોની આ રાહતમાં પાલિકાની તિજોરી પર બોજો પડી શકે તેવી શકયતા પર સેવાઇ રહી છે.

ઓફરમાં શું શું

  • 100 રૂપિયામાં આખો મહિનો મુસાફરી
  • 300 રૂપિયામાં 3 મહિના મુસાફરી
  • 600 રૂપિયામાં 6 મહિના મુસાફરી
  • 1 હજાર રૂપિયામાં એક આખુ વર્ષ મુસાફરી

બજેટમાં જાહેરાત, એસટી બસમાં વિદ્યાર્થીઓને મફત પાસ
તાજેતરમાં રજૂ થયેલ ગુજરાતના 2022-23 ના વર્ષના બજેટમાં વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરાઈ કે, રાજ્યમાં શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવેથી ST બસમા ફ્રીમાં મુસાફરી કરી શકશે. ST વિભાગની એકસપ્રેસ, ડિલક્ષ, સુપર ડિલક્ષ બસમાં વિદ્યાર્થીઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે. રાજ્યના 11 લાખ વિદ્યાર્થીઓને સરકારની આ જાહેરાતનો લાભ થશે. મહત્વનું છે કે, હાલમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરના પાસ જાહેર કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ સસ્તા દરે ST બસમાં મુસાફરી કરી શકે છે. ત્યારે હવે સરકારે વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં મુસાફરી કરવાની જાહેરાત કરી છે. આગામી મહિનાથી વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે.

બીજી તરફ, સુરત પાલિકા દ્વારા બસની સુવિધા વધારવાનો નિર્ણય કરાયો છે. હાલમાં 1575 સિટી બસ, 140 બીઆરટીએસ બસ અને 49 ઈલેક્ટ્રીક બસ સુરતમાં દોડે છે. જેમાં 250 બસ વધારવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news