Crime News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી પંજાબીની ચાલીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ચાલીમાં જુગાર રમાડવાની બાબતે થયેલી બબાલમાં યુવકની હત્યા કરાઈ હતી. જેમાં 5 થી 6 જેટલા આરોપીઓ ભેગા થઈને યુવક પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમ્યાન અરવિંદ પરમાર નામના યવકનું મોત નિપજ્યું છે. ત્યારે સાબરમતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 માર્ચની મોડી રાત્રે શહેરના સાબરમતી વિસ્તારમાં અરવિંદ પરમાર નામના યુવક પર 6 થી 7 જેટલા શખ્સો એ પથ્થર મારો કરી હુમલો કર્યો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્ત અરવિંદ પરમાર સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ હુમલાના ગુનામાં સાબરમતી પોલીસે પિયુષ પરમાર, જયેશ પરમાર ,સમીર,શેખર તથા બે અજાણ્યા યુવક વિરુદ્ધ રાયોટિંગ અને હુમલાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. હવે યુવકનું મોત થઈ જતા હત્યાની કલમનો ઉમેરો કરી ફરાર આરોપીને પકડવા શોધખોળ હાથ ધરી છે.


અમદાવાદના એક પોલીસ કર્મીએ રોમિયો જેવું વર્તન કર્યું, રસ્તામાં મહિલાને રોકી...


હત્યાના બનાવ બાદ પરિવારજનોએ પોલીસની કામગીરી પર આક્ષેપો કર્યા. ઘટનાને પાંચ દિવસ વીતી ગયા છતાં એક પણ આરોપી પોલીસે ધરપકડ ન કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત ફરાર આરોપી ઓ જાહેરમાં જુગાર રમાડતા હતા તેનો વિરોધ કરતા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. અને માથાભારે આરોપીઓ ફરાર હોવાથી મૃતકના પરિવાર અને સ્થાનિક લોકો પર હુમલો કરે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે સાબરમતીના ગાંધી વાસમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા જુગારધામનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ પોલીસની નિષ્ક્રિયતાથી હત્યા થઈ હોવાનો મૃતકના પરિવારજનો આક્ષેપ કરી રહ્યાં છે.


ગાંધીવાસમાં રમાઈ રહેલા જુગાર નો વિરોધ કરતા એક યુવકને મોત મળ્યું છે. ત્યારે સ્થાનિક કરેલા આક્ષેપને લઈ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તો બીજી તરફ, હત્યાના ગુનામાં રહેલા 6 જેટલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 


આઈ હેટ યૂ પપ્પા... લખીને ધોરણ-11ની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં આપઘાત કર્યો