શું ગુજરાત કરશે તમંચે પે ડિસ્કો? LCB હવે એવા શખ્સોને ઝડપી પાડ્યાં કે તમને સાચે જ ગુજરાત માટે ચિંતા થશે
શહેરના ઝોન 2 LCB ટીમે હથિયાર વેચવાના ઇરાદે આવેલા રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી છે. બંને શખ્સો પાસેથી 2 હથિયાર અને 21 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. ત્યારે સવાલ થાય કે શું અમદાવાદ ક્રાઇમ કેપિટલ બનવા જઇ રહ્યું છે? ગુજરાતમાં ડ્રગ્સ બાદ હવે હથિયાર પણ પોલીસ માટે પડકાર પેદા કરી રહ્યા છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના ઝોન 2 LCB ટીમે હથિયાર વેચવાના ઇરાદે આવેલા રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી છે. બંને શખ્સો પાસેથી 2 હથિયાર અને 21 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. ત્યારે સવાલ થાય કે શું અમદાવાદ ક્રાઇમ કેપિટલ બનવા જઇ રહ્યું છે? ગુજરાતમાં ડ્રગ્સ બાદ હવે હથિયાર પણ પોલીસ માટે પડકાર પેદા કરી રહ્યા છે.
VADODARA: ડોક્ટર્સે અશોક જૈનને 3 કલાક સુધી ઉત્તેજીત રાખ્યો, જો કે સ્પર્મ મેળવવામાં નિષ્ફળતા
હાલમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 અલગ-અલગ કેશ દાખલ કરી ત્રણ શખ્સોની હથિયાર સાથે ધરપકડ કરી હતી. જેમાંથી એક તો શાર્પસુટરો માટે હથિયારો સંતાડી રાખતો મનીષ સિંગ UPની કુખ્યાત ગેગ સાથે સંડોવાયેલો હતો. ત્યારે ફરી એક વખત ઝોન 2 LCB ટીમે રાજસ્થાનથી હથિયાર લઇને વેચવાના ઇરાદે ફરતા બે શખ્સોની ધરપકડ કરી છે. જેમની પાસેથી 2 દેશી બનાવટ પીસ્ટલ અને 21 નંગ કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા છે. એક પછી એક પકડાઈ રહેલા હથિયાર પરથી લાગી રહ્યું છે કે, અમદાવાદમાં હથિયારોની લે વેચ માટેનું હબ બની રહ્યું છે.
એવો ચિટર ડાયરેક્ટર કે તેના પોતાના જીવન પર બની શકે ફિલ્મ, અડધા અમદાવાદની ગાડીઓ વેચી નાખી
પોલીસ કસ્ટડીમાં ઊભેલા આ બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે. જો કે હથીયાર વેચવા અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવ્યા હોવાનું પોલીસને જાણવા મળતા ચોક્કસ બાતમી આધારે બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપી ઓમપ્રકાશ મેઘવાલ અને આરોપી અમિત ઉર્ફે હમસા પટેલ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ છે. મહત્વનું છે કે અગાઉ પણ આરોપી ઓમપ્રકાશ મેઘવાલ રાજસ્થાનમાં છ માસ પહેલા આમ્સ એકતના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. જ્યારે અમિત ઉર્ફે હમસા પટેલ વર્ષ 2017માં વિશાખાપટનમ માં સોનાની લૂંટના ગુનામાં પકડાઇ ચૂકેલો આરોપી છે.
જામનગરની રન્ના અમેરિકન દંપતીના ખોળામાં ખિલખિલાટ કરશે, દીકરીને આપતા વેળાએ મહિલા સાંસદ પણ રડી પડ્યા
હાલ તો પોલીસે આ બંને આરોપીઓ પાસેથી બે પીસ્ટલ સહિત 50 હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી હથિયાર ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ શરૂ કરી છે. જોકે પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, સરદારજી નામના વ્યક્તિએ હથિયાર તેમને વેચવા માટે આપ્યા હતા. જેને પગલે પોલીસે સરદારજી નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી આર્મ્સ એક્ટ હેઠળ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube