અમદાવાદ:  શાહપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને પૂર્વ પ્રેમી અવારનવાર ફોન કરી પરેશાન કરતો હતો. આ પરેશાનીમાંથી મુક્ત થવા પરણિતાને તેની સાથે ટિકટોક વીડિયો બનાવવાનું કહ્યું હતું. જે  ટિકટોક વીડિયો ઉતારી પતિને મોકલ્યો હતો. બંન્ને પતિ પત્નીને બદનામ કરી નાખશે તેમ કહીને પરેશાન કરતો હતો. જેથી પરિણીતાએ 29 જુને ઘરે જ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પરણિતાના પિતા દ્વારા શાહપુર પોલીસ સ્ટેશનમાં કનૈયા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે પોલીસ તપાસ ચલાવી રહી  છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેઘકહેર: દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની સવારીથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

મુળ બિહારના પટણાનાં વતની પરિવારની દીકરીના લગ્ન એપ્રીલ 2019માં કાનપુરના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પતિની નોકરી અમદાવાદ હોવાથી તેઓ અમદાવાદ ખાનપુર ખાતે એક ભાડાના મકુનમાં રહેવા આવ્યા હતા. પરિણીતાના ગામનો જ રહેવાસી યુવક કનૈયા કુમાર રાજપુત પરિણીતાના લગ્ન થઇ ગયા હોવા છતા વારવાર તેને ફોન કરીને પરેશાન કરતો હતો અને આ હેરાનગતિમાંથી મુક્ત થવા પરિણીતાને તેની સાથે ટિકટોક વીડિયો બનાવવા કહ્યું હતું. જે ટિકટોક વીડિયો ઉતારી તેણે તેના પતિને મોકલી આપ્યો હતો. બંન્ને પતિ પત્ની બદનામ થશે તેવી બીકના કારણે 29મી જુને આત્મહત્યા કરી હતી. આ મામલે પરિણીતાના પિતાએ ગઇકાલે શાહપુર પોલીસ સ્ટેશનમાં કનૈયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ આદરી છે. 


પૂરપાટ વહેતી શેઢી નદીમાં ખેંચાયા 4 યુવકો... 3 બચીને કિનારે આવ્યા, પણ એકને...

મુળ બિહારના પટના ખાતે રહેતા પરિવારની યુવતીના લગ્ન કાનપુરના યુવક સાથે થયા હતા. તેનો પુર્વ પ્રેમી તેને વારંવાર પરેશાન કરતો હતો. તેણે કહ્યું કે, તું મારી સાથે અંતિમ ટિકટોક વીડિયો બનાવી લે પછી હું તને ક્યારે પરેશાન નહી કરું. જેથી તેણે વીડિયો બનાવ્યો હતો. પરંતુ કનૈયાએ વીડિયો પરણિતાના પતિને મોકલ્યો હતો. જેથી પરણિતાએ બદનામીનાં ડરે ાખરે આત્મહત્યા કરી લીધી હતી. આ મુદ્દે ફરિયાદ થતા પોલીસ દ્વારા વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર