ઝી બ્યુરો/અમદાવાદ: બહારનું ફૂડ પેકેજિંગ હોય કે હોટલના ભોજનમાં જીવાત નીકળવાનો સિલસિલો યથવાત રહ્યો છે. હવે તો મીઠાઈઓમાં જીવાત નીકળવાનો સિલસિલો શરૂ થયો છે. હજુ જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાં મૃત દેડકો મળી આવ્યો હતો, ત્યારબાદ બનાસકાંઠામાં આનંદ નમકીનના નાસ્તાના પેકેટમાંથી મરેલી ગરોળી અને હવે અમદાવાદમાં કાજુ કતરીમાંથી મરેલી માખી નીકળ્યાની ઘટના સામે આવી છે. શહેરના રામોલ વિસ્તારમાં આવેલા ખાનવાડીના હમીદ મંસુરીને કડવો અનુભવ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં કાજુ કતરીમાંથી મરેલી માખી નીકળ્યાની ઘટના સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહી છે. નવું વાહન લાવ્યાની ખુશીમાં લોકોને મોં મીઠું કરાવવા માટે મિઠાઈ લઈ આવનાર રામોલ ખાનવાડીના હમીદ મંસુરીને કડવો અનુભવ થયો છે. પરિવારના કેટલાક સભ્યોએ કાજુ કતરી આરોગી લીધા બાદ જોતા બાકીની કાજુ કતરીમાંથી એક કાજુ કતરીના પીસમાં માખી જોવા મળી હતી. CTM રામોલ માર્ગ પર આવેલી ગોપાલ ડેરીમાંથી આ મીઠાઈ ખરીદવામાં આવી હતી. આ ઘટનામાં જ્યારે ગ્રાહકે ડેરીને ફરિયાદ કરી તો તેમણે મિઠાઈ બદલી આપવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ ગ્રાહકે AMC કંટ્રોલમાં મિઠાઈમાં માખી નિકળવા અંગે ફરિયાદ કરાઈ હતી.



આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો શહેરમાં ખોરાકમાં કે મિઠાઈમાં જીવાત નીકળવાનો સિલસિલો દરરોજનો બની ગયો છે. CTM રામોલ માર્ગ પર આવેલ ગોપાલ ડેરીમાં રામોલ ખાનવાડીના હમીદ મન્સુરીએ નવી ઈલેક્ટ્રીક વ્હીકલ લાવતા લોકોને મો મીઠું કરાવવા લીધેલી કાજુ કતરીમાંથી મરેલ માખી નીકળવાની ઘટના બની છે. ગતરોજ રાતે ઘરે કાજુ કતરી પરિવારના સભ્યોઓ બોકસ ખોલીને સાતેક સભ્યોઓને ખવડાવી હતી અને બીજી કાજુ કતરી હાથમાં લેતા તેમાં મરેલ માખી ચોટેલી જોવા મળી હતી, 


આ બોકસ લઈને હમીદ મંસુરી ગોપાલ ડેરીમાં આજે સવારે અગિયાર વાગ્યે તે બોક્ષ સાથે ગોપાલ ડેરીમાં બતાવવા લઈ ગયેલ અને હાજર સંચાલકને આ વિશે ફરિયાદ કરતા તેમણે મીઠાઈ બદલીને રુપિયા પરત આપવાની તૈયારી દર્શાવી હતી. જોકે અસ્વચ્છ વાતાવરણમાં આ મિઠાઈ કે ફરસાણ બનાવાતું હોવાની દહેશતને લઈને AMC કંટ્રોલમાં આ અંગેની ફરિયાદ કરીને પગલા ભરવા જણાવવામાં આવ્યું હતું.