ઉદય રંજન/અમદાવાદ :પતિ અને સાસરિયાથી નારાજ પરણિતા જુના પ્રેમીને મળવા ગઈ અને ગેંગરેપનો શિકાર બનતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના કારંજ પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં વધુ એક વખત લવ સેક્સ અને ધોખાનો કિસ્સો કારંજ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. અમદાવાદ જિલ્લાની 19 વર્ષીય પરિણીતાએ પોતાના પૂર્વ પ્રેમીના બે મિત્રો સહિત પાંચ હવસખોરો સામે સામૂહિક બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જેમાંથી કારંજ પોલીસે પ્રેમી જાવેદ મકરાણી અને તેના મિત્ર રોનક સુથારની ધરપકડ કરાઈ છે અને બાકીના ફરાર ત્રણ આરોપીની શોધખોળ શરૂ કરી છે.


આ પણ વાંચો : નવસારીની જીવાદોરી ગણાતી 3 મોટી નદીઓમાં પૂર, 3000 લોકોનું સ્થળાંતર કરાયું


બન્યુ એમ હતું કે, ફરિયાદી પરણિતા અને આરોપી જાવેદ મકરાણી બંને વર્ષ 2017 માં પરિચયમાં આવ્યા હતા અને આ પરિચય પ્રેમમાં પરિવર્તન પામ્યો હતો. પણ આ પ્રેમ યુવતીના પરિવારજનોને સ્વીકાર્ય ન હતો. જેના કારણે યુવતીના પરિવારે જાન્યુઆરી 2022 માં અમદાવાદના એક યુવક સાથે સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન કરાવી નાંખ્યા હતા. યુવતી આ લગ્નથી નાખુશ હતી. ત્યારે જ પતિ પોતાની પરની પણ વારંવાર શંકાની નજરે જોતો હતો. સાસરિયાના લોકોએ પરણિતાના બહાર આવવા-જવા માટે રોક લગાવી દીધી હતી. ત્યારે પરિણીતા આ બધી બાબતથી નારાજ હતી. ત્યારે જ પતિ સાથે પરણિતા ગઈ તારીખ 22/05/2022 ના રોજ લાલ દરવાજા ખાતે ખરીદી કરવા માટે ગઈ હતી અને બહાનું બનાવીને પતિથી ભાગી જવામાં સફળ રહી હતી અને પૂર્વ પ્રેમી જાવેદ મકરાણીને મળવા માટે ફોન કર્યો હતો.


આ પણ વાંચો : નડિયાદ : વૃદ્ધાને ઊંઘમાં જ મળ્યુ મોત, વરસાદનું પાણી ક્યારે ઘરમાં ઘૂસ્યુ તે ખબર જ ન પડી


પતિથી ભાગેલી પરણિતાએ પ્રેમી જાવેદને ફોન કરતા પ્રેમીએ જણાવ્યું હતું કે, મારા મિત્રો રોનક અને મહેશ સાથે તું મોરબી, જા હું તને પછી મળું છું. ત્યારે પરણિતા પ્રેમી જાવેદ મકરાણીના મિત્રો સાથે ઈકો કારમાં નીકળી ગયા હતા. ત્યારે જ મહેશ લીંબડી ખાતેના તેના મામાના ઘરે લઈ ગયો હતો. ત્યાં રાત્રે રૂમમાં પરણિતા પર મહેશ અને રોનકે વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે પરણિતાએ આરોપીઓને રોક્યા હતા ત્યારે આરોપીઓએ પરણિતાને માર માર્યો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. 


આ પણ વાંચો : નડિયાદ : વૃદ્ધાને ઊંઘમાં જ મળ્યુ મોત, વરસાદનું પાણી ક્યારે ઘરમાં ઘૂસ્યુ તે ખબર જ ન પડી


જોકે, પરણિતાની તકલીફનો આટલેથી અંત આવ્યો ન હતો. બીજા દિવસે રોનક નામનો મિત્ર તેના કાકાના ઘરે તેને લઇ ગયો હતો. જ્યાં પણ તેની સાથે રોનકે બે વખત તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ રાજકોટ ખાતેની હોટેલમાં રોનક પરણિતાને મૂકીને ફરાર થયો ગયો હતો. રોનકે પરણિતાના ઘરેણા પણ લઈ લીધા હતા. આ મામલે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ ફરિયાદમાં એમ પણ લખાવ્યુ કે, તેના અને જાવેદનો પ્રેમ સંબંધ હતો ત્યારે બંનેની અંગત પળોના ફોટો અને વીડિયો જાવેદે બનાવ્યા હતા. જેને વાયરલ કરી દેવાની ધમકી આપીને તે વારંવાર બળાત્કાર ગુજારતો હતો.