ગુજરાતના વેપારી મિત્રો સાચવજો! માલ ખરીદ્યા પછી પૈસા ના મળે તો કહેતા નહીં...જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી?
મિત્રતા કરી વેપારીઓ સાથે વેપારના સોદા કરી કરોડોની ઠગાઈ કરનાર આરોપીની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ધરપકડ કરી છે.પકડાયેલ આરોપી સંદીપ જાદવે અનેક લોકોનું કરોડોનું ફુલેકુ ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: મિત્રતા કરી વેપારીઓ સાથે વેપારના સોદા કરી કરોડોની ઠગાઈ કરનાર આરોપીની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ધરપકડ કરી છે.પકડાયેલ આરોપી સંદીપ જાદવે અનેક લોકોનું કરોડોનું ફુલેકુ ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસ કસ્ટડીમાં દેખાતો આ આરોપીનું નામ સંદીપ જાદવ છે. જે નિકેતન જાદવ નામના આરોપી સાથે મળી અનેક લોકો નું ફુલેકુ ફેરવે છે.બને આરોપીઓ સામે આર્થિક ગુના નિવારણ શાખામાં આશરે છ કરોડની ફરિયાદ નોંધાઇ હતી.જે અંગે તપાસ કરતા આરોપીઓ માંથી સંદીપ જાદવ ની ધરપકડ કરાઈ.આરોપીએ અત્યાર સુધી અનેક લોકો સાથે કરોડોની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.
શહેરના કેટલાક વિસ્તારમાં ધીમે ધારે વરસાદ, ઈસનપુરના સમુહલગ્નોત્સવમાં માહોલ બગડ્યો!
આરોપી પહેલા તેના મિત્રો સાથે ડિલ કરી મિત્રના નામે ફર્મ બનાવતો અને નાના ઓર્ડર આપીને પેમેન્ટ પણ કરતો અને વિશ્વાસ કેળવતો.બાદમાં મોટા ઓર્ડર લઈ પેમેન્ટ લઈ લેતો અને બાદમાં પૈસા લઈ છેતરપીંડી આચરતો.તપાસમાં હાલ છએક કરોડની ઠગાઈ સામે આવી છે.સંદીપ વિરુદ્ધ 9 જેટલા છેતરપીંડી ના ગુના નોંધાઇ ચુક્યા છે.
ભારે પડી આ એક ભૂલ અને તૂટી ગયું ભાઈનું લિંગ! બેડ પર 'બાદશાહ' બનતા આ ઘટના જાણી લો...
જ્યારે ફરાર આરોપી નિકેતન જાદવ ફર્મ ઉભી કરતો અને સંદીપ પૈસા મેળવી ઠગાઈ નો ખેલ કરતો.હાલ ફરાર આરોપી નિકેતન જાદવની પોલીસે શોધખોળ હાથ ધરી છે.આરોપીઓ ટીએમટી સળિયાના ધંધામાં હકીકતમાં છે કે કેમ અને કેટલા અન્ય લોકો સાથે ઠગાઈ આચરી ચુક્યો છે એ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.