હવે સંભાળીને વાહન હંકારજો! મહેસાણા-પાલનપુર હાઇ-વે પર આ ભૂલ કરી તો ઘરે બેઠા આવશે 2000નો મેમો
જો તમે અમદાવાદથી પાલનપુર કે રાજસ્થાન તરફ પોતાનું વાહન લઈ ને જતા હોવ તો રસ્તામાં આવતા મહેસાણા ઊંઝા વચ્ચે હવે અકસ્માત ઘટાડવા ઇન્ટરસેપટર વાન તમને ઓવર સ્પીડનો 2000 નો ચાંલ્લો એટલે કે ઇ મેમો ઘેર બેઠા આપી શમે છે.
ઝી બ્યુરો/મહેસાણા: તમે અમદાવાદથી પાલનપુર તરફ જઈ રહ્યા છો અને તમે ઓવરસ્પીડ ગાડી ચલાવતા હશો તો સાવચેત થઈ જજો. કારણ કે તમારી ગાડીની સ્પીડનું મોનિટરિંગ થઈ રહ્યું છે. જો તમારી સ્પીડ નિયમ કરતા વધારે હશે તો તમને ઘરે બેઠા જ રૂપિયા 2000નો મેમો ઘરે બેઠા મળી જશે.
ગુજરાતમાં ફરી પાટીદારો શું કરશે? કહ્યું; 'જેરામ પટેલ રાજીનામું નહીં આપે તો ફરી અમે..
મહેસાણા અને ઊંઝા હાઈવે વર સતત વધી રહેલા અકસ્માતને નિવારવા માટે મહેસાણા RTOએ એક ખાસ વાન તૈયાર કરી છે. આ ઈન્ટર સેપ્ટર વાન તમારા વાહનની સ્પીડને એક કિલોમીટર દૂરથી જ માપી લેશે. જો તમારી સ્પીડ 80 કે તેનાથી વધારે કિલોમીટર પ્રતિકલાક હશે તો તમને ટ્રેક કરીને સીધો જ તમારા ઘરે ઈ-મેમો પહોંચાડી દેશે. છેલ્લા કેટલાક સમયથી મુકાયેલી આ ખાસ વાન હવે રોજિંદી જોવા મળશે.
ગુજરાત કોંગ્રેસના વધુ એક મોટા નેતાને BJPમાં લાવવા તખ્તો તૈયાર, કરી શકે છે કેસરિયા!
મહેસાણા RTOના મતે આ વાનને કારણે અકસ્માતોની સંખ્યામા ઘટાડો આવ્યો છે. ત્યારે આ વ્યવસ્થાને કાયમી ધોરણે લાગુ કરવાની ચર્ચા ચાલી કહી છે. આપને જણાવી દઈએ કે, મહેસાણા અને ઊંઝા વચ્ચે એપ્રિલ 2022થી જૂન 2023 સુધીમાં 45 અકસ્માત થયા છે. અને તેમાં 53 લોકોએ જીવ ગુમાવવો પડ્યો. આ અકસ્માત ઘટાડવા માટે જ મહેસાણા RTOએ મહેસાણા-ઊંઝા રોડ ઉપર ઓવર સ્પીડિંગ પર નિયંત્રણ લાવવા માટે આ વાન તૈયાર કરી છે.
ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ બગડે તેવી શક્યતા, આ આગાહીથી પતંગરસિયાઓ ચિંતામાં!
સ્પીડ ગનમાં ઓવર સ્પીડ નોંધાનાર વાહન ચાલકને તેનો મેમો ફટકારવામાં આવે છે. પ્રત્યેક ઓવર સ્પિડ પર 2000 રુપિયાનો દંડનું ઈ-ચલણ ઘરે મોકલવામાં આવે છે. આવી રીતે અત્યાર સુધીમાં 4500 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે. બેફામ ગતિ દોડતા વાહનોને લઈ સર્જાતા અકસ્માતોને ઘટાડવા માટે આરટીઓ દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને લઈ છેલ્લા કેટલાક સમયથી ઘણો સુધારો જોવા મળી રહ્યો છે.
હવે મોત પહેલા જ જાણી શકશો તારીખ! માર્કેટમાં આવ્યું મોતની ભવિષ્યવાણી કરતું Calculator