અમદાવાદમાં જલ્દી જ મેટ્રો ટ્રેન દોડશે, કાંકરિયાની ટનલમાંથી દોડાવીને ટેસ્ટીંગ કરાયું
Ahmedabad Metro Service : અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડે એ પીએમ મોદીનુ સપનુ હતું. આખરે આ મેટ્રો ટ્રેન એક પછી એક પડાવ પાર કરી રહી છે. ઓગસ્ટ 2022 સુધી મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડતી થઈ જશે. ત્યારે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની ફેઝ 1ની કામગીરી હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. ગઈકાલે મેટ્રો ટ્રેનનુ વધુ એક ટેસ્ટીંગ હાથ ધરાયુ
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં બહુ જ જલ્દી જ મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. મેટ્રો પ્રોજેકટ વધુ એક ડગલું આગળ વધી રહી છે. ગઈકાલે એપરલ પાર્કથી અંડરગ્રાઉન્ડ ટનલ થઈ રિવરફ્રન્ટ ઉપર ટ્રેનના 3 કોચ પસાર કરાયા હતા. વિશેષ વાહનની મદદથી 3 કોચને ટ્રેક પર ચલાવાયા હતા. આમ, સુરક્ષાના તમામ માપદંડ ચકાસવા પ્રાથમીક ટેસ્ટિંગ હાથ ધરાયુ હતું.
અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડે એ પીએમ મોદીનુ સપનુ હતું. આખરે આ મેટ્રો ટ્રેન એક પછી એક પડાવ પાર કરી રહી છે. ઓગસ્ટ 2022 સુધી મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડતી થઈ જશે. ત્યારે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની ફેઝ 1ની કામગીરી હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. ગઈકાલે મેટ્રો ટ્રેનનુ વધુ એક ટેસ્ટીંગ હાથ ધરાયુ હતું. એપેરલ પાર્કથી મેટ્રો ટ્રેન 6.5 કિમી સુધી દોડાવાઈ હતી. કાંકરિયા અંડરગ્રાઉન્ડ ટનલમાં પહેલીવાર મેટ્રો ટ્રેન દોડાવાઈ હતી. અંડરગ્રાઉન્ડ ટનલમાંથી શાહપુર થઈ સાબરમતી નદીના બ્રીજ ઉપરથી ચલાવી ઈન્કમટેક્ષ ખાતે જૂની હાઈકોર્ટ સુધી મેટ્રો ટ્રેન લઈ જવાઈ હતી.
આ પણ વાંચો : ઈડરના કાળા પત્થરોએ ગરમી ફેંકી, દિવસે પણ કરફ્યૂ જેવો માહોલ, તો અમદાવાદમાં રેડ એલર્ટ
હજી પણ મેટ્રો ટ્રેનની ટેસ્ટીંગની કામગીરી હાથ ધરાઈ છે. ફેઝ-1 ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જો બધુ સમુસૂતરુ પાર પડ્યુ તો પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એમ બે કોરિડોરના કુલ 40 કિલોમીટરના મેટ્રો ટ્રેન રૂટને ઓગસ્ટ 2022માં શરૂ કરી દેવાશે. મેટ્રો રેલના જણાવ્યા મુજબ જૂની હાઇકોર્ટથી થલતેજ સ્ટેશન સુધી ટ્રેનના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે.
સાબરમતી નદી પરથી અને ટનલમાંથી જશે મેટ્રો
અમદાવાદી આ મેટ્રો ટ્રેન ખાસ બની રહેવાની છે. કારણ કે, મુસાફરોને મનમોહક નજારા જોવા મળશે. સાબરમતી નદી પરથી પણ મેટ્રો દોડશે અને અંડરગ્રાઉન્ડ ટનલમાંથી પણ પસાર થશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. મેટ્રો ટ્રેનનો કુલ 21 કિલોમીટરન લાંબો કોરિડોર છે.
આ પણ વાંચો :