Ahmedabad Metro Rail Updates: અમદાવાદીઓ માટે ખુબ જ આનંદના સમાચાર છે. અમદાવાદમાં ચાલતી મેટ્રો ટ્રેન સેવાને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન પેસેન્જરનો ઘસારો જોતા તંત્ર દ્વારા મેટ્રો ટ્રેનની સેવામાં વધારો કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા મેટ્રો રેલના સમય અને ફ્રિકવન્સીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી મેટ્રો ટ્રેન સવારે 6.20 વાગ્યાથી શરૂ થતી હતી અને રાત્રે 10 વાગ્યા સુધી ચાલતી હતી. પરંતુ નવરાત્રિને ધ્યાનમાં રાખીને સમયમાં વધારો કરાયો છે. મેટ્રો રેલ સેવા રાત્રે 2 વાગ્યા સુધી ચાલું રખાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ વિશે મળતી માહિતી પ્રમાણે, હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. આ દરમિયાન મેટ્રો ટ્રેન તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ તારીખ 17 થી 23 ઓક્ટોબર સુધી મેટ્રો રાત્રીના 2 વાગ્યા સુધી ચાલશે. નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિના 10 થી 2 વાગ્યા સુધી દર 20 મિનિટે મેટ્રો ટ્રેન મળશે.