અમદાવાદઃ ગુજરાત વિરુદ્ધ નિવેદન આપી માનહાનિ કેસનો સામનો કરી રહેલા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલી વધી છે. ગુજરાતીઓને ઠગ કહેવા સાથે જોડાયેલા માનહાનિ કેસમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે તેજસ્વી યાદવને સમન્સ પાઠવ્યું છે. મેટ્રોપોલિયન કોર્ટે માનહાનિ કેસની ફરિયાદને યોગ્ય માનતા તેજસ્વી યાદવને 22 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનું કહ્યું છે. અમદાવાદના વ્યવસાયી અને સામાજિક કાર્યકર્તા હરેશ મેહતાએ તેજસ્વી યાદવ વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. માનહાનિના આરોપોને સાબિત કરવા માટે ફરિયાદી તરફથી કોર્ટમાં નિવેદનની સીડી અને 15 સાક્ષી રજૂ કરવામાં આવ્યા હતા. મેટ્રોપોલિટન કોર્ટના જજ ડી જે પરમારે માનહાનિ કેસની ફરિયાદને માન્ય રાખતા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને સમન્સ જારી કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્ચમાં દાખલ કરવામાં આવ્યો હતો કેસ
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે વિધાનસભા પરિસરમાં મેહુલ ચોકસી પર બોલતા મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે આજે દેશની સ્થિતિમાં માત્ર ગુજરાતી ઠગ હોઈ શકે છે. તેના ઠગને માફ પણ કરી દેવામાં આવશે. એલઆઈસી, બેન્કના પૈસા આપી દો પછી તે ભાગી જાય તો કોણ જવાબદાર હશે? આ નિવેદનને આધાર બનાવી અમદાવાદના વ્યવસાયી હરેશ મેહતાએ તેજસ્વી યાદવ વિરુદ્ધ 21 માર્ચે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદથી સતત મેટ્રોપોલિટન કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. 


આ પણ વાંચોઃ પેટ્રોલિંગમાં રહેલા પોલીસકર્મીઓએ દંપત્તિ પાસે કર્યો 60 હજારનો તોડ, ત્રણની ધરપકડ


દેશની એકતાનો આપ્યો હતો હવાલો
પાછલી સુનાવણી પર ફરિયાદી હરેશ મેહતા તરફથી તેજસ્વી યાદવને સમન્સ મોકલવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટમાં હરેશ મેહતાના વકીલ પ્રફુલ્લ આર પટેલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે અભદ્ર ભાષાના ઉપયોગને હળવાશથી લેવી જોઈએ નહીં. ગુનેગાર ગમે તે હોય તેના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. પટેલે કહ્યું હતું કે તેજસ્વી કેટલાક લોકોના આધાર પર કોઈ સમાજ કે પછી એક રાજ્યના બધા લોકોને ઠગ ન કહી શકે. જો આમ ચાલશે અને કાર્યવાહી ન કરવામાં આવે તો રાજ્યો વચ્ચે ટકરાવ વધશે. જે સંઘીય માળખાની વિરુદ્ધ હશે અને દેશની એકતાને પણ નબળી પાડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube