અર્પણ કાયદાવાલ/અમદાવાદ: આખરે અમદાવાદની મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો. પરંતુ આ ટ્રાયલ રન એપરલ પાર્ક ખાતેના ડેપો ખાતે ફક્ત 900 મીટરના અંતર સુધી જ કરવામાં આવ્યો. અમદાવાદ સહીત રાજ્યની જનતામાં એક ઇંતેજારી છે કે અમદાવામાં મેટ્રો ક્યારે દોડતી થશે. હાલમાં ભલે મેટ્રો ટ્રેનનો જાહેર ટ્રાયલ રન નથી થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ જીએમઆરસીના અમદાવાદના એપરલપાર્ક ખાતે આવેલા ડેપોમાં 900 મીટર સુધીના ટ્રેક પર મેટ્રોના 3 કોચ, એટલે કે એક આખી ટ્રેનને સફળતાપૂર્વક દોડાવવામાં આવી. નોંધનીય છેકે ગત 28મી ડિસેમ્બરે સાઉથ કોરીયાથી મેટ્રોના 3 કોચને મુંદ્રા ખાતે લાવવામાં આવ્યા. જે બાદ તેને એપરેલપાર્ક ડેપો ખાતે ટ્રેક ઉપર ગોઠવવામાં આવ્યા હતા.


ગાંધીનગર લોકસભા સીટ: અડવાણીની પરંપરાગત સીટને હવે શું મોદી સંભાળશે?


આવી જ 3 કોચની બીજી એક ટ્રેન 9મી ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચશે. જે બાદ સુરક્ષા સંબંધી તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ વસ્ત્રાલથી એપરલપાર્ક સુધીના 6 કીલોમીટરના રૂટ પર ટ્રેનનો ઓપનલી ટ્રાયલ રન કરવામાં આવશે. મહત્વનું છે, કે છેલ્લા કેટલાક સમયથી મેટ્રોનું કામ પૂર ઝોશમાં ચાલી રહ્યું છે. કારણ કે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે.