ગાંધીનગર લોકસભા સીટ: અડવાણીની પરંપરાગત સીટને હવે શું મોદી સંભાળશે?

ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર એક એવું શહેર છે જે સંપૂર્ણ રીતે આયોજન કરીને બનાવામાં આવ્યો છે. આ સીટીને ગ્રીન સીટી પણ કહેવામાં આવે છે. આ શહેરનું નામ મહાત્મા ગાંધીના નામ પરથી રાખવામાં આવ્યું છે. 1966માં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર સ્થાળાંતર કરવામાં આવી હતી.

ગાંધીનગર લોકસભા સીટ: અડવાણીની પરંપરાગત સીટને હવે શું મોદી સંભાળશે?

ગાંધીનગર: ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર એક એવું શહેર છે જે સંપૂર્ણ રીતે આયોજન કરીને બનાવામાં આવ્યો છે. આ સીટીને ગ્રીન સીટી પણ કહેવામાં આવે છે. આ શહેરનું નામ મહાત્મા ગાંધીના નામ પરથી રાખવામાં આવ્યું છે. 1966માં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર સ્થાળાંતર કરવામાં આવી હતી. 

ગાંધીનગર લોકસભા સીટ બીજેપીનો ગઢ રહ્યો છે. બીજેપી ગાંધીનગર સીટથી 1989થી જીત મેળવતા આવે છે. 1889થી અત્યાર સુધી ગાંધીનગર લોકસભા સીટ બીજેપીમાંના સકંજામાં રહી છે. માટે જ ગાંધીનગરની સીટ પર જીત મેળવવી કોંગ્રેસ માટે પણ પડકાર રૂપ છે. બીજેપી આ સીટ પર કોંગ્રેસ કેટલાય વર્ષોથી હરાવે છે. 

ગાંધીનગર લોકસભા સીટ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની પરંપરાગત સીટ રહી છે. આ સીટ પરથી તે પાંચ વાર સાંસદ રહી ચૂક્યાં છે. વર્ષ 1998માં અડવાણી આ સીટ પરથી પહેલી વાર ચૂંટણી લડ્યા હતા. ત્યારથી આજ સુધી અડવાણી ગાંધીનગરથી સાંસદ રહ્યા છે. મહત્વનું છે, કે અડવણીએ અત્યારે રાજનીતિમાંથી સંન્યાસ લઇ લીધો છે. એને અર્થએવો પણ થાય છે, કે હવે તે ચૂંટણી પણ નહિ લડે.

ઉદ્દઘાટન થયાના બીજા જ દિવસે વિનસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત

ગાંઘીનગર સીટથી પૂર્વ પ્રધાનમંત્રી અટલજી પણ ચૂંટણી લડી ચૂક્યા છે. 1996માં અટલજીએ ગાંધીનગરની સીટ પરથી ચૂંટણી લડી હતી. જ્યાંથી તેમણે રાજેશ ખન્નાને હાર આપી હતી. જ્યારે એડ વર્ષે ફરી વાર ચૂંટણીમાં બીજેપીએ ટિકીટ વિજય ભાઇ પટેલને આપી જેમાં તેમની જીત થઇ હતી.  

2019ની ચૂંટણીમાં ગાંધીનગરની સીટ પરથી બીજેપીમાંથી કોણ ચૂંટણી લડશે તે હજી સુધી નક્કી નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે, કે લાલકષ્ણ અડવાણીની આ પરંપરાગત સીટ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2019 લોકસભાની ચૂંટણી લડી શકે છે. 

રાજ્યમાં 487 કરોડના ખર્ચે 9 નવા ફ્લાયઓવર બનાવાશેઃ નીતિન પટેલ

2014 લોકસભા ચૂંટણીમાં પણ પીએમ મોદીએ ગુજરાતના વડોદરા સીટ પરથી ચૂંટણી લડી હતી. જ્યારે તેમણે યુપીની બનારસ સીટ પરથી પણ મેદાનમાં ઉતર્યા હતા. તેમણે બંન્ને સીટોમાં પરથી જીત હાંસલ કરી હતી. અને પછીથી તેમણે વડોદરાની સીટ છોડી દીધી હતી. આ વખતે પણ માનવામાં આવે છે, કે વડાપ્રધાન મોદી ગુજરાતમાંથી કોઇ એક સીટ પરથી ચૂંટણી લડી શકે છે. જેમાં ગાંધીનગર સીટનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે. પરંતુ આ વાતની અધિકારીક પૃષ્ટી કરવામાં આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news