Ahmedabad: પ્રેમસંબંધમાં માતાને ખટકતો હતો પુત્ર, પ્રેમી સાથે મળી દૂધમાં ઝેર આપી મૃતદેહ કર્યો રફેદફે
આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે ભરત અને તેની પ્રેમિકા જ્યોતિને પોતાનો જ બાળક પ્રેમસંબંધમાં ખટકતો અને નડતરરૂપ હોવાનું માનીને દીકરાને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
મૌલિક ધામેચા / અમદાવાદ: પ્રેમી (Lover) ને પામવા માટે દીકરાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો અમદાવાદ (Ahmedabad) માં બન્યાનું સામે આવ્યું છે. ઘોર કળીયુગ શરૂ થયો હોય તેમ સગી માતા (Mother) એ પોતાનાજ 3 વર્ષના દીકરાને લઈને પ્રેમીને મળવા ગેસ્ટ હાઉસ લઈ જઇ દૂધ (Milk) માં ઝેર ભેળવીને મોતને ઘાટ ઉતારી દીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે ભરત અને તેની પ્રેમિકા જ્યોતિને પોતાનો જ બાળક પ્રેમસંબંધમાં ખટકતો અને નડતરરૂપ હોવાનું માનીને દીકરાને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ પાલનપુર લઈ જઈ દફનાવી પણ દીધો. જોકે આ વાતની જાણ મૃતક બાળકના પિતાને થતા શહેરકોટળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
દૂધ નહીં આપતાં PM અને CM ને કરી રજૂઆત, 'હું ગરીબ છું એટલે ધક્કા ખાવા પડે છે મોદી સાહેબ'
બનાવ અંગે વાત કરીએ તો ત્રણ વર્ષનો યુવી નામનો બાળક બીમાર હતો. 6 ઓગષ્ટ રોજ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં સારવાર કરવાનાં બહાને માતા જ્યોતિ લઇ ગઇ અને સાંજે બાળકને લઇ પરત આવી હતી.ત્યારે બાળક બેભાન અવસ્થામાં લઇને આવતાં બાળક શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતાં. જયાં ફરજ પર હાજર ડૉક્ટર બાળકને મૃત જાહેર કર્યો અને પાલનપુર (Palanpur) ખાતે અંતિમ વધી કરી હતી. આ દરમિયાન બાળકનું ઝેરનાં કારણે મોત થયુ હોવાનું રિપોર્ટ આવતાં પરિવારે માતા જ્યોતિ પુછપરછ કરતા જ્યોતિ કબૂલ્યું કે જ્યોતિ તેના પ્રેમી સાથે બાળકને ઝેર પીવડાવ્યું છે. જેથી પરિવાર હત્યારી માતા અને પ્રેમી વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
Ahmedabad: સંતાન પ્રાપ્તિ માટે ભુવાએ કહ્યું 'તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે'
બાળકના હત્યા કેસ (Murder Case) માં હત્યારી માતા અને પ્રેમીની પોલીસે ધરપકડ કરી લીધી હતી.પોલીસ તપાસમાં સામે આવ્યુ કે 13 વર્ષ પહેલા યુવતી જ્યોતિના લગ્ન પાલનપુરના અજય પરમાર સાથે થયાં જેમણે 3 વર્ષનો દિકરો યુવી હતો. દોઢ વર્ષ પહેલા જ્યોતીના અનૈતિક સંબંધ અંગે પતિ અજયને જાણ થઈ હતી. ત્યારે સમાજમાં આબરૂ અને બાળકને લઇ સમાધાન કર્યું હતું. પરંતુ ત્યાર બાદ પણ જ્યોતિ અને ભૂપેન્દ્ર વચ્ચેનાં અનૈતિક સંબધ ચાલુ રહ્યાં હતા. આ સંબધમાં ફુલ જેવા માસુમ બાળક વચ્ચે આવતો હોવાથી બાળકની હત્યા કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું.
NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ
જેમાં સિવિલ હોસ્પિટલ (Civil Hospital) નજીક ગેસ્ટ હાઉસમાં માતા જ્યોતિ બાળકને લઇ પહોંચી હતી. ત્યારે પ્રેમી ઝેરી પાવડર સાથે દૂધ બનાવી રાખ્યું હતું અને માતા અને પ્રેમી ભેગા થઈ બાળકને બિસ્કીટ અને દૂધ પીવડાવી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ કોઈ શંકા ન જાય તે માટે બાળકને પાલનપુર લઇ જઇ અંતિમ વિધી કરી નાખી હતી. આ સમગ્ર ધટના જાણ બાદ શહેરકોટડા પોલીસે (Police) પાલનપુર ખાતે બાળક લાશ મેજિસ્ટ્રેટ સમક્ષ બહાર કાઢી પેનલ ડૉક્ટર પોસ્ટમોટમ કરવામાં આવશે.
પોલીસ (Police) તપાસમાં સામે આવ્યું કે પ્રેમી ભુપેન્દ્ર પરમાર પાલનપુર (Palanpur) ખાતે સરકારી હોસ્પિટલમાં કામ કરતો હતો. ત્યાં પોસ્ટ મોર્ટમ રૂમમાં જે ઝેરી દવાનો ઉપયોગ થતો હોય તે પાવડર બાળકને દૂધ માં નાખ્યો હતો. હત્યારી માતા અને પ્રેમી હત્યા કરી હોવાની કબૂલાત કરી છે પરતું અનૈતિક સંબધમાં ફુલ જેવા બાળકનો શુ વાંક હતો કે જેણે જન્મ આપનાર માતાએ પોતાના બાળક હત્યા (Murder) કરી દીધી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube