corona virusથી બચવા માટે અમદાવાદ પાલિકાએ આપ્યો એકદમ ઢિંચાક આઈડિયા
ચીનને કારણે હાલ ચારેબાજુ કોરોના વાયરસ (corona virus) નો ફફડાટ ફેલાયેલો છે. ચીનથી આવેલા લોકોને અજીબ નજરથી જોવામાં આવી રહ્યાં છે. લોકોને ભીડથી બચીને રહેવાનું કહેવામાં આવ્યું છે. હવે તો કોરોના વાયરસનો ભારતમાં પણ પગપેસારો થઈ ચૂક્યો છે, ત્યારે કોરોના વાયરસથી બચવા માટે શું કરવુ તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અનોખું અભિયાન (Namaste Amdavad) શરૂ કરવામાં આવ્યું છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay nehra) એ ટ્વિટ કરીને માહિતી આપી છે.
અતુલ તિવારી/અમદાવાદ :ચીનને કારણે હાલ ચારેબાજુ કોરોના વાયરસ (corona virus) નો ફફડાટ ફેલાયેલો છે. ચીનથી આવેલા લોકોને અજીબ નજરથી જોવામાં આવી રહ્યાં છે. લોકોને ભીડથી બચીને રહેવાનું કહેવામાં આવ્યું છે. હવે તો કોરોના વાયરસનો ભારતમાં પણ પગપેસારો થઈ ચૂક્યો છે, ત્યારે કોરોના વાયરસથી બચવા માટે શું કરવુ તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અનોખું અભિયાન (Namaste Amdavad) શરૂ કરવામાં આવ્યું છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay nehra) એ ટ્વિટ કરીને માહિતી આપી છે.
Tiktok પર વીડિયો બનાવી સતત વિવાદોમાં રહેતી સુરતની કીર્તિ પટેલની થઈ ધરપકડ
નમસ્તે અભિયાન શરૂ કરાયું
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 'નમસ્તે અમદાવાદ' અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંગે જાણકારી આપતા મ્યુનીસીપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, જુદા જુદા વાયરસ અને બીમારીઓને નાબૂદ કરવા 'નમસ્તે અમદાવાદ' અભિયાન મદદરૂપ બનશે. આપણી જયારે કોઈની સાથે મુલાકાત થાય છે, ત્યારે આપણે સામેની વ્યક્તિ સાથે હાથ મિલાવવાના બદલે આપણે બે હાથ જોડીને 'નમસ્તે અમદાવાદ'નો ઉપયોગ કરીશું. તો તેનો લાભ શહેરને મળશે. શહેરીજનોના આ નાના પગલાંથી બીમારી અટકાવવામાં પણ મદદ મળશે. જોકે મહાનગરપાલિકાના આ અભિયાનને સફળ બનાવવામાં લોકસહકાર જરૂરી છે. વાયરસથી બચવા શહેરીજનો આ અભિયાનમાં જોડાશે તેવી મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ આશા વ્યક્ત કરી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...