વિજય નેહરાને આખરે `ગામડે` મોકલી દેવાયા ! મુકેશ કુમાર અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાની આખરે બદલી કરી દેવામાં આવી છે. વિજય નેહરાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. જ્યારે મુકેશ કુમારની નિમણુંક અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કરવામાં આવી છે.
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાની આખરે બદલી કરી દેવામાં આવી છે. વિજય નેહરાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. જ્યારે મુકેશ કુમારની નિમણુંક અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કરવામાં આવી છે.
નવા રૂપરંગ સાથે ગુજરાતમાં લોકડાઉન 4 લાગુ, જાણો ક્યારથી અને કેવા છૂટછાટ સાથે અમલ થશે
અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય નેહરા કોરોના સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં આવ્યા બાદ પોતે ક્વોરન્ટાઇન થઇ ગયા હતા. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકેનો ચાર્જ મુકેશ કુમારને સોંપવામાં આવ્યો હતો. જો કે વિજય નેહરાએ પોતે સ્વસ્થય હોવા અને ક્વોરન્ટાઇન પીરિયર પુરો કરી લેતા તેમની બદલી કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
સુરતની લાજપોર જેલમાં કોરોનાની એન્ટ્રી, વાપીમાં એક શખ્સ લોકડાઉનમાં બે વાર મહારાષ્ટ્ર જઈ આવતા ચકચાર
જો કે આંતરિક સુત્રોનું કહેવું છે કે, કોરોના સમયે અમદાવાદમાં વિજય નેહરાની કામગીરીથી સરકાર નાખુશ હતી. જેથી તેમની પાસેથી આ જવાબદારી લેવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદનાં રાજકીય સંગઠન સાથે પણ તેમને ખાસ બનતું નહી હોવાનું અને વારંવાર મેયર સાથે શાબ્દિક ટપાટપી થયાનું પણ સુત્રો ગણગણતા રહ્યા છે. આખરે તમામ બાબતોના સરવાળે વિજય નેહરાની બદલી કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર