અર્પણ કાયદાવાલા/અમદાવાદ : શહેરના બોડકદેવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર પશ્ચિમ ઝોન ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ઓફીસમાં માસ્ક વગર ફરજ બજાવી રહેલા સિક્યુરિટી ગાર્ડ પર નજર પડતા 21 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમને ટ્રેડ બુલ્સ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ તથા તેના કર્મચારીઓ માસ્ક વગર ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હોવાનું સામે આવ્યા બાદ કોર્પોરેશન દ્વારા પ્રતિ વ્યક્તિ 500 રૂપિયા લેખે દંડ વસુલવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લો બોલો ! ગઠીયા યુનિયનનાં નામે પોલીસના જ ખિસ્સા કાપી ગયા, ક્રાઇમબ્રાંચે તપાસ આદરી


આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે ખોખરામાં આવેલી સ્ટીચમેન એસોસિએટ્સ નામની કંપનીમાં પણ તપાસ કરતા 30થી વધારે લોકોને દંડ્યા હતા. માસ્ક વગર કામ કરી રહેલા લોકો ધ્યાને પડતા કંપનીને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે ગોતામાં આવેલી જ્યોતિ ઇન્ફ્રાટેકને 10 હજાર અને બોડકદેવમાં કોન્સેપ્ટ હ્યુન્ડાઇને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 


સોલા સિવિલ બાળક બદલીકાંડમાં DNA રિપોર્ટ બાદ ઘીના ઠામમાં ઘી ઢોળાયું, તંત્રને હાશકારો


આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા માસ્ક વગર જાહેરમાં ફરી રહેલા 944 લોકોને દંડવામાં આવ્યા હતા. આ તમામ લોકો પાસેથી 500 રૂપિયા લેખે 4.74 લાખનો દંડ કોર્પોરેશન દ્વારા વસુલવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ કોર્પોરેશન દ્વારા માસ્ક નહી પહેરનારા લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે. જે અંગે એનસીપી સહિતના પક્ષો વિરોધ પણ કરી ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર