અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ભારતીયોની એક માનસિકતા એવી છે કે, તેઓ પોતાનું ઘર તો ચોખ્ખુ રાખે છે, પણ આંગણા-રોડ પર ગંદકી કરતા જરા પણ અચકાતા નથી. જાહેરમાં થૂંકવુ, જાહેરમાં કચરો ફેંકવો, જાહેરમાં લઘુશંકા કરવી વગેરે જેવી ખરાબ આદતો સામાન્ય બની ગઈ છે. તેથી હવે આવી ગંદકી કરનારાઓ સામે અમદાવાદના તંત્રએ લાલ આંખ કરી છે. જાહેરમાં થૂંકનારાઓ અને લઘુશંકા કરનારાઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દંડ કરવાનુ શરૂ કર્યું છે. જો હવે જાહેરમાં કોઈ આવું કરતુ દેખાશે, તો તેને દંડ ભરવો પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : મોટામોટા ગુનેગારો પણ માટીના ઢેંફા ભાંગતા કરી નાંખે છે ગુજરાતની આ જેલના અધિકારીઓ


જાહેરમાં થૂંકનારાઓ અને લઘુશંકા કરનારાઓ પર અમદાવાદના મ્યુનિસિપલ તંત્રએ કમર કસી છે. તેમાં પણ ગુજરાતમાં ગલીએ-ગલીએ માવા ખાવાનું ચલણ છે. માવો ખાઈને જ્યાં-ત્યાં થૂંકવાની ગુજરાતીઓની ખરાબ આદત છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવુ કરનારાઓ પાસેથી દંડ વસૂલવાનું નક્કી કરી લીધું છે. જાહેરમાં થૂંકવા મામલે amcએ કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. અમદાવાદ કોર્પોરેશન હવે આવુ કરનારાઓને ઈ-મેમો આપીને તેમના ઘરે જઈને દંડની વસૂલાત કરવાનું નક્કી કર્યું છે. સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓ જાહેરમાં થૂંકનારાઓ પર ચાંપતી નજર રાખીને બેસ્યુ છે. થૂંકનારાઓ માટે નજર હટી તો, દુર્ઘટના ઘટી જેવો ઘાટ બની રહ્યો છે. જો તેઓ થૂંકતા દેખાશે તો, સોલિડ વેસ્ટના કર્મચારીઓ દંડ વસૂલશે.  


અટપટુ, પણ રસપ્રદ છે ગઢડા સ્વામીનારાયણ મંદિરની ચૂંટણીનું ગણિત, તેથી જ યોજાય છે ચૂંટણી


જાહેરમાં લઘુશંકા કરનારાઓની પણ આવી બનશે
જાહેરમાં થૂંકવા-ગંદકી કરવા મામલે તો એમએસીના તંત્રએ લાલ આંખ કરી છે, પણ સાથે જ જાહેરમાં પેશાબ કરવા મામલે પણ કાર્યવાહી કરી છે. તેથી જો હવે જાહેરમાં લઘુશંકા કરતા પકડાનારાઓએ પણ દંડ ભરવાની તૈયારી રાખવી પડશે.


દીકરા-દીકરીના લગ્ન લેવાના હોય, તો આગામી બે મહિનાના આ મુહૂર્ત પર એક નજર કરજો 


સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 32 કરોડના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં હવે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન પૂરજોશમાં કામ કરી રહ્યું છે. અત્યાર સુધી ટ્રાફિકના ભંગ માટે ઈ-મેમો આપવામાં આવી રહ્યા હતા, પરંતુ હવે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે લોકો જાહેરમાં થૂંકી રહ્યા છે, લઘુશંકા કરી રહ્યા છે, તેમના પર આ સેન્ટરે લાલ આંખી કરી છે. શહેરમાં લગાવાયેલા 4000 જેટલા સીસીટીવીના નેટવર્કનું સીધુ સંચાલન આ સેન્ટર પર થાય છે. જુદા જુદા શહેરોના લાઈવ ફૂટેજની ચકાસણી કરવામાં આવે છે. થૂંકવાની પ્રવૃત્તિ પર રોક લાગે તે માટે અહીં કામગીરી કરવામાં આવે છે. ગાડી પર બેસીને થૂંકતા લોકોનો ઈ-મેમો જનરેટ કરવામાં આવે છે. અને હવે થૂંકવાનો ઈ-મેમો પણ ઘરે મોકલવામાં આવે છે. જો વ્યક્તિ સાત દિવસમા દંડ ન ભરે, તો કર્મચારી ઘરે જઈને તેને સમજાવે છે. જો તેમ છતા વ્યક્તિ દંડ ન ભરે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદને સ્વચ્છ કરવા માટે કમર કસી લીધી છે. 


કોણ જીતશે ગઢડા સ્વામીનારાયણ મંદિરનો જંગ? આજે પરિણામ સૌની નજર


આ વિશે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે, અમે પ્રયાસ કરી રહ્યા છે કે અમદાવાદને સ્માર્ટ અને સ્વચ્છ બનાવીએ. 2020માં અમદાવાદને સૌથી સુંદર શહેર બનાવવું છે, તેથી અમારો પ્રયાસ છે કે, લોકોની ખરાબ આદત બદલવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.