Photos : મોટામોટા ગુનેગારો પણ માટીના ઢેંફા ભાંગતા કરી નાંખે છે ગુજરાતની આ જેલના અધિકારીઓ

ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓનું ઘર એટલે જેલ. સામાન્ય રીતે જેલનું નામ પડતાં લોકો રીતસરના ધ્રૂજવા માંડે છે, તેમજ એક ડરામણું ચિત્ર માનસપટ પર ઊપસી આવે છે. પરંતુ હવે જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત અગાઉ જેટલી આકરી ટ્રીટમેન્ટ કેદીઓની થતી નથી અને કેદીઓને પણ જેલમાંથી છૂટ્યા બાદ સમાજમાં પોતાનું ઘડતર કરી શકે તે માટે પ્રયાસો કરવામાં આવે છે. પણ આ પ્રયાસોમાં સૌથી અલગ છે જામનગર જિલ્લા જેલ. જામનગર જિલ્લા જેલમાં કેદીઓને ભારતનું મુખ્ય અંગે એવું ખેતી વિશેનું વિશેષ જ્ઞાન આપવામાં આવે છે અને કેદીઓ પણ ગુલાબના ફૂલો અને શાકભાજીની ખેતી કરતા જેલની અંદર નજરે પડે છે.

મુસ્તાક દલ/જામનગર :ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓનું ઘર એટલે જેલ. સામાન્ય રીતે જેલનું નામ પડતાં લોકો રીતસરના ધ્રૂજવા માંડે છે, તેમજ એક ડરામણું ચિત્ર માનસપટ પર ઊપસી આવે છે. પરંતુ હવે જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત અગાઉ જેટલી આકરી ટ્રીટમેન્ટ કેદીઓની થતી નથી અને કેદીઓને પણ જેલમાંથી છૂટ્યા બાદ સમાજમાં પોતાનું ઘડતર કરી શકે તે માટે પ્રયાસો કરવામાં આવે છે. પણ આ પ્રયાસોમાં સૌથી અલગ છે જામનગર જિલ્લા જેલ. જામનગર જિલ્લા જેલમાં કેદીઓને ભારતનું મુખ્ય અંગે એવું ખેતી વિશેનું વિશેષ જ્ઞાન આપવામાં આવે છે અને કેદીઓ પણ ગુલાબના ફૂલો અને શાકભાજીની ખેતી કરતા જેલની અંદર નજરે પડે છે.
 

1/5
image

જામનગર જિલ્લા જેલના સુપ્રિટેન્ડન્ટ વિરભદ્રસિંહ ગોહિલની કોઠાસૂઝથી જેલમાં પણ સ્વરોજગારી માટેના તાલીમ ઉદ્યોગો, મનોરંજન કાર્યક્રમો અને ખેતી સહિતના વ્યવસાયો ખુબ ઉત્સાહથી શીખવવામાં આવી રહ્યા છે. જેને લઇને જેલમાં રહેલા અને ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા કેદીઓના માનસ પર પણ પરિવર્તન જોવા મળે છે અને જેલમાંથી છૂટ્યા બાદ કેદીઓના સામાજિક જીવનમાં સુધારો લાવી શકે તે માટેના પ્રયત્નો જેલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ તો જામનગર જિલ્લા જેલના સુપ્રિટેન્ડન્ટની આ સરહાનીય કામગીરીને લઇ ચર્ચાનો વિષય પણ બની છે, તો બીજી તરફ ગુજરાતભરમાં રહેલી જેલો માટે જામનગર જેલની જેલ કેદી સુધારણા કાર્યક્રમની તાલીમ અન્ય જેલો માટે દષ્ટાંત રૂપ સાબિત થઇ રહી છે.

2/5
image

આ વિશે સુપ્રિટેન્ડન્ટ વિરભદ્રસિંહ ગોહિલ જણાવે છે કે, જેલ કેદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લા જેલમાં અહીં કેદીઓને ત્રિસ્તરીય તાલીમ આપવામાં આવી રહી છે. ખાસ કરીને ઓછી જગ્યામાં અને સમયસર કઇ પ્રકારે ખેતી કરવી તેનું જ્ઞાન આપવામાં આવે છે. તેના ભાગરૂપે જેલની અંદર કેદીઓ દ્વારા ગુલાબના ફૂલો અને શાકભાજીની સફળ ખેતી કરાઇ રહી છે. ત્યારે ખેતી માટે જરૂરી સેન્દ્રિય ખાતર પણ જેલની અંદર જ રહેલા ઝાડમાંથી ખરતાં પાંદડા અને ફુલ છોડમાંથી જ બનાવવામાં આવે છે. 

3/5
image

તો બીજી તરફ, વેસ્ટમાંથી બેસ્ટ તરીકેનો ઉપયોગ થાય તે માટે જૂના અને પડતર ફર્નિચરને નવું રૂપ આપી સારું ફર્નિચર કેદીઓ દ્વારા બનાવવામાં આવે છે. જ્યારે કેદીઓ માટે અભ્યાસ બાબતે પણ એ જ પ્રકારનું ધ્યાન આપીને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમો અહીં કેદીઓને કરાવવામાં આવે છે. તો દુનિયાની વિવિધ પ્રવૃત્તિની જાણકારી મળી રહે તે માટે કેદીઓ માટે પુસ્તકાલય ખોલાયું છે. 

4/5
image

આમ કેદીઓના માનસમાંથી રહેલા ગુનાહિત પ્રવૃત્તિઓને દૂર કરી સમાજમાં પોતાના જીવનનું એક સારું વળતર કરી શકે અને જેલની અંદર પણ સારી શિક્ષા અને તાલીમ લઈને જાય તે માટેના તમામ સફળ પ્રયત્નો જેલ કેદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લા જેલના પાકા કામના કેદીઓ પણ જિલ્લા સુપ્રિટેન્ડન્ટની આ મુહિમને બિરદાવી રહ્યા છે અને ખરા અર્થમાં જેલમાંથી છૂટ્યા બાદ ખરેખર પોતે પણ સમાજમાં પોતાનું એક સારું સ્થાન મેળવી આજીવિકા મેળવી શકે તે માટેની તાલીમ તેમને મળી રહી છે તેનો આભાર વ્યકત કરી રહ્યા છે. જેલની અંદર ખેતી અને અભ્યાસક્રમ તેમજ મેડિકલ તથા રોજગાર અંગેની વિવિધ તાલીમમાં પણ ખૂબ સારી રીતે આપવામાં આવી રહી છે. ત્યારે ખરેખર પરિવાર અને સમાજમાંથી જે લાગણી ન મળી હોય તેવી પરિવાર જેવી લાગણી જેલમાં મળવાની અનુભૂતિ કેદીઓ દ્વારા કરવામાં આવી હતી.

5/5
image

ખરા અર્થમાં જેલમાં રહેલા કેદીઓને જે ઘડતર સમાજ અને પરિવારે આપવું જોઇએ તે તો ન મળ્યું જેથી ગુનાહિત પ્રવૃત્તિઓથી પ્રેરાઇ જેલમાં આવવું પડ્યું. પરંતુ ગુજરાતની આ જેલમાંથી જ્યારે પણ કેદી બહાર નીકળે તો તે નવુ ઘડતર કરી શકે તે માટે પ્રયાસો કરે છે.