અમદાવાદ: સોશિયલ ડિસ્ટન્સ, માસ્કના અભાવના પગલે રિલિફ રોડ પર મૂર્તિમંત કોમ્પલેક્સ સીલ
કોરોનાની વિપરિત પરિસ્થિતીના કારણે સમગ્ર તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે. આ મહામારી અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે વારંવાર અપીલ કરવામાં આવે છે. જેના કડક પાલન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે.
અમદાવાદ : કોરોનાની વિપરિત પરિસ્થિતીના કારણે સમગ્ર તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે. આ મહામારી અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે વારંવાર અપીલ કરવામાં આવે છે. જેના કડક પાલન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને 2 દિવસ દરિયો નહી ખેડવા સુચના
AMC દ્વારા છેલ્લા અઠવાડીયાથી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારી સંસ્થા દુકાનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત આજે કોર્પોરેશનનાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રિલિફ રોડ પર આવેલા મુર્તિમંત કોમ્પલેક્ષને સીલ કરવામાં આવ્યું હતું. માર્કેટમાં ભીડ હોવા ઉપરાંત અનેક લોકોએ માસ્ક પણ નહી પહેર્યા હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે 120 જેટલી દુકાનો સીલ કરવામાં આવી હતી.
અમદાવાદ: પત્નીને બટાકાના શાક બાબતે ઠપકો આપતા પતિની ધોકા વડે ધોલાઇ
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મુદ્દે સરકારની કડક ગાઇડલાઇનને પગલે કોર્પોરેશનનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કડક કાર્યવાહી કરી ચુક્યો છે. રાજ્યની મેંગો રેસ્ટોરન્ટ, પોએટરી રેસ્ટોરન્ટ, બિરમીસ રેસ્ટોરન્ટ, ગજાનંદ પૌવા હાઉસ, સેન્ટ્રલ મોલ, એવન મોલ સહિતના સ્થળોને સીલ કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર