Ahmedabad News : આ દુનિયામાં બધુ પૈસાથી મળે છે, પરંતું નિસ્વાર્થ ભાવે કરાયેલી સેવા ક્યાંય પૈસા આપીને પણ મળતી નથી. એક હિન્દુ મહિલાએ નિસ્વાર્થ ભાવે મુસ્લિમ વૃદ્ધની સેવા કરી, અને તેના ફળમાં આ વૃદ્ધએ પોતાની તમામ મિલકત હિન્દુ મહિલાના નામે લખી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદનો આ કિસ્સો છે. શહેરના ઈદગાહ વિસ્તારની સૈયદ હુસેન અલી ચાલીમાં 95 વર્ષીય નિવૃત્ત શિક્ષક સૈયદ હુસૈન અલી અબ્બાસ અલી બુખારી રહે છે. તેઓ એક હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં કોઈ ન હોવાથી તેમની સારસંભાળ પાડોશમાં રહેતો હિન્દુ પરિવાર કરે છે. 


ભાજપના ધારાસભ્યએ એવી તો કઈ કરતૂત કરી કે દિલ્હીમાં આંટાફેરા મારવાનું શરૂ કરવું પડ્યું


તેમના પાડોશમાં રહેતો ઝાલા પરિવાર પોતાના પારિવારિક સદસ્યની જેમ જ તેમની સારસંભાળ રાખે છે. એટલુ જ નહિ, ઝાલા પરિવારની દીકરી અસ્મિતા ઝાલા નાનપણથી જ  સૈયદ હુસૈન અલી બુખારીના ઘરમાં ઉછર્યા હતા. હવે જ્યારે સૈયદ હુસૈન અલી વૃદ્ધ થઈ ગયા તો, અસ્મિતા ઝાલા જ તેમની દેખરેખ કરી રહ્યાં છે. 


છેલ્લાં 34 વર્ષથી અસ્મિતાબેન પોતાના પિતાની જેમ સૈયદ હુસૈન અલીની સેવાચાકરી કરી રહ્યાં છે. નિસ્વાર્થભાવે કરાયેલા સેવા જોઈને સૈયદ હુસૈન અલી પણ ગદગદ થઈ ગયા હતા. તેથી તેમણે પોતાનું પૈતૃક મકાન અસ્મિતાબેનના નામે કરી દીધું છે. આ મકાનની કિંમત અંદાજે 50 લાખ છે. 


ભાજપની મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યાનો આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થયો મોટો ખુલાસો