ઉદય રંજન/અમદાવાદ: ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યાના કેસમાં સીસીટીવીની મદદથી ગાયકવાડ હવેલી પોલીસે હત્યારાની ધરપકડ કરી. અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 8ની ઓગસ્ટના સવારે ફૂટપાથ પરથી એક અજાણ્યા માણસની હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં મૃતકના ગળે કમર પર બાંધવાના પટ્ટાથી ગળું દબાવીને હત્યા કરાય હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કેવું રહેશે આગામી ચોમાસું? 23 ઓગસ્ટથી મહાખતરો! જાણો અંબાલાલે શું કરી આગાહી


આ બનાવ બનતા ગાયકવાડ હવેલી પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. સામાન્ય રીતે પોલીસ આવા બનાવમાં પહેલા મૃતકની ઓળખ કરવા પ્રયાસ કરતી હોય છે, પણ આ ઘટનામાં ગાયકવાડ હવેલી પોલીસે મૃતકની ઓળખ સાથે સાથે હત્યા કોણે કરી છે, એ દિશામાં તપાસ હાથ ધરી હતી. 


કોણ છે અંબાણી પરિવારના 'ઘરની મહાલક્ષ્મી', ટીના અંબાણી અને નીતા અંબાણી પણ માને છે ગુર


હત્યારાની શોધમાં ગાયકવાડ હવેલી પોલીસ અને ઝોન 3 એલસીબી એ બનાવની આસપાસના સીસીટીવી તપાસવાનું શરુ કર્યું હતું. જેમાં બનાવના પહેલાના અને બનાવ બાદના સીસીટીવીમાં એક શખ્સ હાથમાં બેલ્ટ લઈને નજરે પડતો હતો. જેના પર પોલીસને શંકા ગઈ ત્યારે વધારે સીસીટીવી તપાસ કરતા અન્ય એક સીસીટીવીમાં પણ આ જ વ્યક્તિ હાથમાં બેલ્ટ લઈને ઘટના સ્થળ તરફ જતો નજરે પડી રહ્યો હતો. પોલીસની શંકા સાચી થતા સીસીટીવીમાં દેખતા શખ્સની શોધખોળ શરૂ કરી હતી જેમાં કાલુપુર નજીકથી આ શખ્સ મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા પોતાનું નામ વિજાયપાલ રમેશ ઉર્ફે પીન્ટુ મેણા હોવાનું જણાવ્યું હતું. 


વરસાદમાં નહીં થાય કડતર અને હાડકાં બનશે ખડતલ, આ વસ્તુઓના સેવનથી મજબૂત થશે શરીર


પોલીસ દ્રારા વધારે પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે આ હત્યા તેણે જ કરી છે. જેના પાછળનું કારણ પૂછતા આરોપીએ કબૂલાત કરી હતી કે મૃતક અને આરોપી બંને રસ્તો પસાર કરવા સમયે બંને વચ્ચે ઝગડો થયો હતો. જે એટલો ઉગ્ર બન્યો હતો કે આરોપીએ મૃતકને ગળા પર કમર પર બાંધવાના પટ્ટાથી ગળું દબાવી હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. કદાચ પહેલી વાર એવું બન્યું હશે કે મૃતકની ઓળખ પહેલા જ હત્યાનો આરોપી પકડાઈ ગયો હોય.