અમદાવાદ: નરોડાની સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકના મોતથી હોબાળો
અમદાવાદ શહેરના નરોડામાં શાળામાં બાળકના મોતથી હોબાળો મચી ગયો છે. સરકારી શાળા નંબર 1માં સવારે બાળકની અચાનક તબિયત લથડતા અન્ય વિધાર્થીઓએ શાળાના મુખ્ય શિક્ષકને જાણ કરી હતી. બાળક પડી ગયો હોવાની વાત સાંભળી મુખ્ય શિક્ષક બાળકને પાસેના ક્લિનિકમાં લઇ ગયા હતા. જ્યાંથી અન્ય એક હોસ્પિટલમાં પણ લઈ જવાયો હતો.
ગૌરવ પટેલ/અમદાવાદ: અમદાવાદ શહેરના નરોડામાં શાળામાં બાળકના મોતથી હોબાળો મચી ગયો છે. સરકારી શાળા નંબર 1માં સવારે બાળકની અચાનક તબિયત લથડતા અન્ય વિધાર્થીઓએ શાળાના મુખ્ય શિક્ષકને જાણ કરી હતી. બાળક પડી ગયો હોવાની વાત સાંભળી મુખ્ય શિક્ષક બાળકને પાસેના ક્લિનિકમાં લઇ ગયા હતા. જ્યાંથી અન્ય એક હોસ્પિટલમાં પણ લઈ જવાયો હતો.
હોસ્પિટલના ઉપસ્થિત ડોક્ટરે બાળકને સિવિલ લઈ જવા કહ્યું જે દરમિયાન 108માં બાળકને સિવિલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બાળકનું મૃત્યુ થતા તેનું પીએમ કરવામાં આવ્યું હતું. અને પોલીસે ફરિયાદની તજવીજ હાથધરી હતી. શાળાના મુખ્ય શિક્ષકનો દાવો છે કે પરિવારજનોએ બાળક ને વાલ્વની બીમારી હોવાનું તેમને કહ્યું હતું.
બેરોજગાર યુવાનો માટે સારા સમાચાર, ગુજરાત એસટીમાં 5300 જગ્યાઓ પર ભરતી
જુઓ LIVE TV
મૃતક બાળકનીમાતા એ કહ્યું હતું કે, બાળકને કોઈ બીમારી ન હતી. મુખ્ય શિક્ષક ખોટું બોલી રહ્યા છે અને મારા પુત્રના મોત પર મારે ન્યાય જોઈએ છીએ અને અમને ન્યાય નહીં મળે તો બાળકની લાશ શાળાએ લઈ જઈશું. અચાનક જ બાળકના મોતથી પરિવાર પર આભ ફાટ્યું હતું.