Ahmedabad New Mayor : અમદાવાદ અને વડોદરા શહેરને આજે નવા મેયર મળશે, તેમજ મહાનગરપાલિકામાં તમામ નવા હોદ્દેદારોના નામોનો પણ જાહેરાત થશે. તો રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગરને આવતી કાલે નવા મેયર સહિતના હોદ્દેદારો મળશે. છેલ્લા ઘણા સમયથી AMC ના નવા પદાધિકારીઓની નિમણૂકને લઇને મેયર પદ સુધીની ચાલતી અટકળોનો અંત આવશે. મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત હોવાથી મહિલા મેયરની નિમણૂક કરાશે. જોકે ભાજપ સરપ્રાઈઝ નામની જાહેરાત માટે ટેવાયેલું છે જેથી આ તમામમાંથી અન્ય કોઈ મહિલા પણ બાજી મારી જાય તો નવાઇ નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અમદાવાદને મળશે નવા મહિલા મેયર મળશે. ડેપ્યુટી મેયર શાસક પક્ષના નેતાની પણ પસંદગી થશે. તેમજ દંડક અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પસંદગી થશે. સવારે 10 કલાકે AMCમાં મળનાર બેઠકમાં નામ જાહેર થશે, કોર્પોરેટરની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ નામની જાહેરાત કરશે. જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પણ 2 દાવેદાર છે. શાસક પક્ષના નતા અને દંડક પદ માટે 3 દાવેદાર છે. તો વડોદરા શહેરને પણ નવા હોદ્દેદારોને મળશે. 


આજે અમદાવાદને નવા મહિલા મેયર મળવાના છે. આ માટે કાઉન્સિલરો, ધારાસભ્યો અને સંગઠન સાથેના સંકલન બાદ ભાજપે યાદી બનાવી છે. આખરી નામ પર મોડી રાત્ર સુધીમાં મહોર લાગી હતી. સવારે 10 કલાકે amc ખાતે મળનારી પક્ષની બેઠકમાં નામોનું કવર ખૂલશે. કોર્પોરેટરોની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ વિવિધ નામની જાહેરાત કરાશે. મેયર પદ માટે બે દાવેદાર, મેયરનું પદ મહિલા જનરલ કેટેગરી માટે અનામત છે. તો ડેપ્યુટી મેયર પદ માટે પણ બે દાવેદાર છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પણ બે દાવેદાર છે. તો નેતા અને  દંડક પદ માટે ત્રણ વ્યકિત દાવેદાર છે. 


ત્યારે કોના કોના નામ હાલ ચર્ચામાં છે તેના પર એક નજર કરીએ. 


મેયર - મહિલા અનાતમ બેઠક
અનુ પટેલ - અસારવા વોર્ડ - મધ્યઝોન -લેવાઉ પટેલ
પ્રતિભા જૈન - શાહિબાગ વોર્ડ - મધ્ય ઝોન- જૈન સમાજ


ડે.મેયર
ચંદ્રકાંત ચૌહાણ - મણિનગર - દક્ષિણ ઝોન- દલિત ( વણકર)
અરવિંદભાઇ પરમાર - જોધપુર - દક્ષિમ પશ્ચિમ ઝોન - દલિત ( વણકર)


સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
જતિન પટેલ, ઘાડલોડિયા વોર્ડ - કડવા પટેલ- ઉતર પશ્ચિમ ઝોન
દેવાંગ દાણી - બોડકદેવ વોર્ડ - વૈષ્ણવ વણિક - દક્ષિણ પશ્ચિમ ઝોન


નેતા સાશક પક્ષ
પ્રદિવ દવે - સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ - પશ્ચિમ ઝોન - બ્રાહ્મણ 
પ્રિતેશ મહેતા - પાલડી વોર્ડ - પશ્ચિમ ઝોન 
પંકજ ભટ્ટ - ખાડિયા વોર્ડ - મધ્ય ઝોન - બ્રાહ્મણ


દંડક 
મહાદેવ દેસાઇ, - સૈજપુર બોઘા વોર્ડ - ઉત્તર ઝોન- ઓબીસી
શંકરભાઇ ચૌધરી - ઇસનપુર  વોર્ડ - દક્ષિણ ઝોન - ઓબીસી
દિલીપભાઇ બગડિયા - વેજલપુર વોર્ડ - દક્ષિણ પશ્ચિમ ઝોન, obc