જાવેદ સૈયદ/અમદાવાદ :એસીબીની ટ્રેપમાં અમદાવાદના પીઆઇ લાંચ લેતા ઝડપાયા છે. વિવાદાસ્પદ પીઆઇ એફ એમ કુરેશી લાંચ લેતા ઝડપાયા છે. એસીબીએ છટકું ગોઠવી પીઆઈને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. તેઓ કોપોરેશનની ગાય અંકુશ વિભાગમાં પીઆઈ તરીકે ફરજ બતાવતા હતા. જેઓ ગાયો નહિ પકડવાના હપ્તા અને દિવાળી બોનસ પેટે ફરિયાદી પાસે રૂ. 10 હજારની લાંચ માગતા પકડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતભરમાં રખડતા ઢોરોનો ત્રાસ છે. અમદાવાદમાં પણ ઢોરોનો આતંક છવાયેલો છે. અહી રોડ પર ઢોર અડીંગો જમાવીને બેસેલા હોય છે. આ ઢોરને ગમે ત્યારે પકડી લેવામાં આવે છે અને છોડી દેવાય છે. તો કેટલાક માલિકોના પ્રાણીઓને પકડવામાં આવતા નથી. કોર્પોરેશનનું CNCD વિભાગ કામગીરી કરતું નથી તેવા અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે હવે પુરાવા પણ સામે આવી રહ્યાં છે. માત્ર નામની કામગીરી બતાવવા કેટલીક ગાયો પકડી લે છે. ગાયો નહિ પકડવા માટે ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ હપ્તા લેતા હોય છે. આવી સમસ્યાઓ વારંવાર ઉઠે છે છતા કોઈ નિવેડો આવતો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા પીઆઈ એફએમ કુરેશી લાંચ લેતા પકડાયા છે. ગાયો ન પકડવા માટે તેઓ લાંચ પેટે દર મહિને 10000 રૂપિયાની માંગણી કરે છે. જો ન આપે તો કેસ કરવાની ધમકી આપે છે. 


આ પણ વાંચો : સાપુતારાના સનસેટ પોઈન્ટ પર જતા પહેલા સો વાર વિચારજો, કારનો વિચિત્ર અકસ્માત સર્જાયો 


ઢોર ન પકડવા માટે કુરેશી હપ્તા બાઁધ્યા હતા. ત્યારે આ મામલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકુ ગોઠવીને કુરેશીને લાંચ લેતા પકડી પાડ્યા છે. ગઈકાલે સાંજે એસીબી દ્વારા છટકાનુ આયોજન કરાયુ હતુબં, જેમાં એરપોર્ટ સર્કલ પાસે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. 


અનેક વિવાદોમાં ફસાયા છે કુરેશી
ઉલ્લેખનીય છે કે, પીઆઈ એફ એમ કુરેશી અગાઉ પણ ઘણા વિવાદમાં આવી ચૂક્યા છે. કુરેશી પર બળાત્કારના કેસમાં પણ જેલની હવા ખાઈ ચૂક્યા છે. તેમજ તેમના પર ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવાનો પણ આરોપ હતો.