ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ (Ahmedabad) માં ફરી એક વખત સિનિયર સિટીઝન દંપતીએ આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. વૃદ્ધ દંપતીએ એક સાથે ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું છે. કયા કારણથી આ દંપતીએ મોતને વ્હાલું કર્યું છે. જોકે, આત્મહત્યા (suicide) કરનાર શખ્સ નિવૃત્ત પ્રોફેસર હતા. નિવૃત્ત પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસે કિડની અને તેમનાં પત્નીએ કેન્સરની બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ભારે ચર્ચા ઉઠી છે. પરંતુ સવાલ એ છે કે, ગુજરાતની ભાષાના વિદ્વાન અને પ્રોફેસર એવા શખ્સ કિડનીની બીમારી સામે હારી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષક બીમારી સામે હાર્યા 
સેટેલાઈટ વિસ્તારમાં આવેલ સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં મોડી રાત્રે એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું. મૃતક ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલા યોગેન્દ્ર વ્યાસે તેમની પત્ની સાથે આત્મહત્યા કરી છે. મહત્વનું છે કે પત્ની અંજના વ્યાસ અને પતિએ બંગલાના એક જ રૂમમાં એક સાથે આત્મહત્યા કરતાં પરિવારમાં શોકની લાગણી છવાઇ છે. જોકે ઘટનાની જાણ પોલીસ થતા સેટેલાઇટ પોલીસ સ્થળ પર તપાસ કરતા એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. પોલીસની વાત માનીએ તો, સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે તે બંને જણા છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાઇ રહ્યા છે અને અમે બને જણાંએ તંદુરસ્ત થવા માટે ખૂબ યોગ, પ્રાણાયામ કર્યા. પરંતુ કોઈ પરિણામ ના મળતા આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો છે. પોલીસે પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે અંજનાબેન છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. જ્યારે યોગેન્દ્ર વ્યાસનું થોડાક સમય પહેલા કિડનીનું ઓપરેશન કરાવ્યું હતું. 


આ પણ વાંચો : 6 સિંહના બદલામાં ગુજરાતને મળ્યો ‘ઈલેક્શન’ ગેંડો, જૂનાગઢનું બિહાર સાથે એનિમિલ એક્સચેન્જ 


પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસ ભાષાના વિદ્વાન હતા. 22 વર્ષની ઉંમરે તેમણે શૈક્ષણિક જીવનમાં ડગ માંડ્યા હતા. ત્યાર બાદ અનેક કોલેજમાં પ્રોફેસર, આચાર્ય તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.  1980થી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ભાષા વિજ્ઞાનના રીડર પણ હતા. એટલુ જ નહિ, તેઓ 27 પુસ્તકોના લેખક છે, તેમજ 24 પુસ્તકો તેમણે સંપાદન કર્યાં છે. જેમાંથી 5 પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર પણ મળી ચૂક્યા છે. તેમને શૈક્ષણિક જગતમાં મળેલા એવોર્ડનુ લિસ્ટ પણ લાંબુ છે. અમદાવાદ શહેર શિક્ષણ સમિતિ દ્વારા સન 1999માં સંનિષ્ઠ શિક્ષક તરીકે તેમને સન્માનિત કરાયા હતા. તો વર્ષ 2002માં અમેરિકાની 1967થી કાર્યરત એ.બી.આઈ, ઈન્સે.સંસ્થા દ્વારા મેન ઓફ ધ યર 2002 નો એવોર્ડ મળ્ય હતો. તો આ જ સંસ્થાના રિસર્ચ બોર્ડ ઓફ એડવાઇઝર તરીકે પસંદગી પામ્યા હતા. તેમણે વર્ષ 1995થી 1999 સુધી ભારતીય ભાષા સંસ્થાન (માપસર)ના કેન્દ્ર સરકારે નીમેલા સલાહકાર તરીકે 1997માં નવમી પંચવર્ષીય યોજના માટેની UGC(યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ના વિઝિટિંગ કમિટીમાં તથા વર્ષ 2000માં નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. 


સવાલ એ છે કે, આટલા મોટા વિદ્વાન બીમારી સામેની જંગ હારી ગયા હતા. કિડનીની બીમારીએ તેમને કેવા સતાવ્યા હશે કે તેમણે મોત વ્હાલુ કર્યુ હતું. સાથે જ તેમના પત્ની પણ કેન્સરની બીમારીથી ત્રસ્ત હતા.