શિક્ષક નહીં આ કલંક છે! અમદાવાદની જાણીતી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓને કરાટે ટ્રેનરે દેખાડ્યો ન્યૂડ વીડિયો, પછી...
આખા શિક્ષણ વિભાગને શર્મસાર કરે એવો કિસ્સો અમદાવાદના રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે. રામોલની એકલવ્ય સ્કૂલના કરાટેના ટ્રેનરે વિદ્યાર્થીનીઓને બ્લ્યુ ફિલ્મ દેખાડતા વિદ્યાર્થીનીઓ વાલીઓ અને ક્લાસ શિક્ષકોને જાણ કરતા કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ એકલવ્ય સ્કૂલમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે. રામોલમાં કરાટે ટ્રેનર એ પોતાની તાલીમ અર્થી વિદ્યાર્થીનીઓને બ્લ્યુ ફિલ્મ દેખાતા વાલીઓ એ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે એ કરાટે ટ્રેનર ની ધરપકડ કરી છે
શિક્ષણ વિભાગને શર્મસાર કરતો કિસ્સો
આખા શિક્ષણ વિભાગને શર્મસાર કરે એવો કિસ્સો અમદાવાદના રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે. રામોલની એકલવ્ય સ્કૂલના કરાટેના ટ્રેનરે વિદ્યાર્થીનીઓને બ્લ્યુ ફિલ્મ દેખાડતા વિદ્યાર્થીનીઓ વાલીઓ અને ક્લાસ શિક્ષકોને જાણ કરતા કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાલીઓને જાણ થતા જ શાળા ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. ત્યારે સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા રામોલ પોલીસે કરાટેના ટ્રેનર આર્ય દુબે સામે પોક્સો એક્ટ હેઠળની ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે.
મોબાઈલમાંથી અલગ અલગ વિદ્યાર્થીનીઓને દેખાડી
રામોલની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કરાટે ટ્રેનર છેલ્લા એક વર્ષથી એકલવ્ય સ્કૂલમાં કરાટે ટ્રેનર તરીકે વિદ્યાર્થીનીઓને કરાટે શીખવાડે છે અને દર અઠવાડીયે એક ક્લાસ હોય છે. કરાટેનો જેમાં દિવાળી પહેલા આરોપી આર્ય દુબે એ દિવાળી પહેલા વિદ્યાર્થીનીઓને બ્લ્યુ ફિલ્મ પોતાના મોબાઈલમાંથી અલગ અલગ વિદ્યાર્થીનીઓને દેખાડી હતી અને ઘરે ન કહેવા માટેની ધમકી આપી હતી. રામોલ પોલીસે કરાટેના ટ્રેનર સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ કબ્જે કરી આગળની તપાસ શરૂ કરી છે. ત્યારે સરસ્વતીના ધામમાં આ પ્રકારનો કિસ્સો સામે આવતા વાલીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે.
આવું કૃત્ય કર્યું છે કે નહિ એ અંગે તપાસ શરૂ કરી
રામોલ પોલીસે આ મામલો સામે આવતાની સાથે જ અન્ય શાળાના સ્ટાફ સહિત અન્ય લોકોના નિવેદન નોંધી આ કરાટે ટ્રેનરે આ સિવાય અન્ય કોઈ સાથે આવું કૃત્ય કર્યું છે કે નહિ એ અંગે તપાસ શરૂ કરી છે.