મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના નારોલ વિસ્તારમાં બપોરના સુમારે ગણેશનગર પાસે એકાએક આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગને પગલે આસપાસના તમામ લાકડાના ગોડાઉન ઝપેટમાં આવી જતા ખાખ થઇ ગયા હતા. જોકે બનાવના પગલે ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હાથ પર કાબુ મેળવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તાર પીરાણા નજીક આવેલા ગણેશનગરનો છે જ્યાં બપોરના સુમારે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી હોવાનું હાલ નથી જાણી શકાય. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, લાકડાના ગોડાઉન નજીક આવેલા ટાયરના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના અન્ય ગોડાઉન પણ આગની ઝપેટમાં આવી ગયા હતા.


અમદાવાદ: નારોલ પોલીસે બે પિસ્ટલ અને 24 કારતુસ સાથે યુવકની કરી ધરપકડ


જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગના બનાવમાં પાંચ થી છ ગોડાઉનમાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો. જોકે ફાયર બ્રિગેડને બનાવ અંગે જાણ કરાતા ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કરી દીધા હતા.


હાર્દિક પટેલ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં સામેલ, ગુજરાત બહાર કરશે પ્રચાર


આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવું પડે તેવી વિકરાળ આગ ગણેશનગરમાં જોવા મળી હતી. જોકે આગને કાબૂમાં લેવા માટે 12 લાખ લિટર જેટલું પાણીનો વપરાશ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ પર કાબુ મેળવવા ફાયર બિગેડને ત્રણથી ચાર કલાકની જેમાં ઉઠાવી 45 ટેન્કરો પાણીના ખાલી કરવા પડ્યા હતા.


 



બીજી તરફ આસપાસના ગોડાઉનમાં પણ ફાયર સેફટીને લઈ કોઈ સુવિધાઓ ન હોવાનું ફાયર બ્રિગેડનું માનવું છે. ત્યારે સવાલએ થાય છે કે આ કોઈપણ સેફ્ટીના સાધનો વગર ખુલ્લેઆમ આ પ્રકારના ગોડાઉનો કોની મંજૂરીથી ચાલતા હતા.