અમદાવાદ: નારોલ પોલીસે બે પિસ્ટલ અને 24 કારતુસ સાથે યુવકની કરી ધરપકડ

નારોલ પોલીસને બગાસું ખાતા પતાસું ખાવા મળ્યું. ગઈકાલે કોમ્બિગ નાઈટ દરમ્યાન નારોલ પોલીસે રિક્ષામાં સવાર ઈસમની તપાસ કરતા તેની પાસેથી બે પિસ્ટલ અને 23 જીવતા કારતુસ મળી આવ્યા છે. હાલ નારોલ પોલીસે આરોપી કોઈ મોટો ગુનો આચારવાના ઉદ્દેશ્ય સાથે હથિયાર લાવવામાં આવ્યું હોવાની આશંકા સાથે વધુ તપાસ શરૂ કરી છે.
 

અમદાવાદ: નારોલ પોલીસે બે પિસ્ટલ અને 24 કારતુસ સાથે યુવકની કરી ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ: નારોલ પોલીસને બગાસું ખાતા પતાસું ખાવા મળ્યું. ગઈકાલે કોમ્બિગ નાઈટ દરમ્યાન નારોલ પોલીસે રિક્ષામાં સવાર ઈસમની તપાસ કરતા તેની પાસેથી બે પિસ્ટલ અને 23 જીવતા કારતુસ મળી આવ્યા છે. હાલ નારોલ પોલીસે આરોપી કોઈ મોટો ગુનો આચારવાના ઉદ્દેશ્ય સાથે હથિયાર લાવવામાં આવ્યું હોવાની આશંકા સાથે વધુ તપાસ શરૂ કરી છે.

લોકસભા ચૂંટણીઓ અનુલક્ષીને શહેરમાં પ્રવેશવાના માર્ગો પર નાકાબંધી તથા વાહન ચેકીંગ અને પેટ્રોલિંગના આપવામાં આવેલા આદેશને પગલે નારોલ પોલીસની ટિમ શાસ્ત્રી બ્રિજ નજીક વાહન ચેકીંગમાં હતી. દરમ્યાન એક ઓટો રિક્ષામાં સવાર મુસ્તુફ ઉર્ફે સમીર શેખ નામના યુવકની તપાસ કરતા તેની પાસેથી બે પિસ્ટલ તથા 23 જીવતા કારતુસ મળી આવ્યા હતા. જેથી તેની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાર્દિક પટેલ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં સામેલ, ગુજરાત બહાર કરશે પ્રચાર

પ્રાથમિક પૂછપરછમાં આરોપી મુસ્તુફાએ કબૂલાત કરી છે કે, તે બંને પિસ્ટલ રાજસ્થાનના ઉદેપુરથી લાવ્યો હતો. પરંતુ કોની પાસેથી લાવ્યો હતો અને કેટલી કિંમતમાં લાવ્યો હતો?  તે અંગે કોઈ સંતોષકારક જવાબ આપી રહ્યો નથી. પોલીસને મળી આવેલ બંને પિસ્ટલ 7 MMની છે અને 23 પૈકી 20 કાર્ટુસ 7 MMના છે. પરંતુ અન્ય 3 કાર્ટુસ 9 MM રિવોલ્વરના છે. જેથી તેની પાસે ત્રીજું હથિયાર હોય શકે છે તેવી આશંકાને આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આરોપી મૂસ્તુફા ઉર્ફે સમીરનો ગુનાહિત ભૂતકાળ પણ છે અને અગાઉ પ્રોહીબિશન તથા મારામારીના કેટલાક ગુનાઓ તેની વિરુદ્ધ નોંધાઇ ચુક્યા છે. આવાજ એક મારામારીના બનાવમાં અન્ય કેટલાક ગુનાહિત પ્રવૃત્તિ વાળા ઈસમ સાથે બદલો લેવા માટે બંને પિસ્ટલ લાવવામાં આવી હોવાના પોલીસના અનુમાનને આધારે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. નારોલ પોલીસે સમીર ઉર્ફે મુસ્તુફાની વધુ પૂછપરછ કરવા રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news