અમદાવાદ: ગેરતપુર ONGCમાં લાગેલી આગમાં એકનું મોત, પાંચ દાઝ્યા
અમદાવાદના ગેરતપુર પાસે ONGCમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાની ઘટના સામે આવતા 10 કરતા વઘુ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે. આગની આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. તેને ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના ગેરતપુર પાસે ONGCમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાની ઘટના સામે આવતા 10 કરતા વઘુ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે. આગની આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. તેને ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો.
આગની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આજુબાજુના વિસ્તારમાંથી પણ ફાયરની અન્ય ટીમનો પણ સાથ લેવાની ફરજ પડી હતી. ફાયરની ટીમ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગ ક્યાં કરાણોસર લાગી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
રાજકોટ અને સુરત બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં PUBG ગેમ રમવા પર પ્રતિબંધ
અમદાવાદના ગેરતપુર ONGCમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયરની ટીમ દોડતી થઇ હતી. આ આગમાં લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાની શક્યતા છે. આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કરતા આગમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે પાંચ જેટલા વ્યક્તિઓ દાઝ્યા છે. પોલીસે દાઝેલા વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.