મૌલિક ધામેચા, અમદાવાદઃ ધંધૂકામાં રહેતા કિશન ભરવાડે સોશિયલ મીડિયા બીજા ધર્મને લઈને વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. ત્યારબાદ કિશન ભરવાડની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો હત્યાનું કનેક્શન પાકિસ્તાન સુધી પહોંચ્યું છે. આ વચ્ચે અમદાવાદ શહેર પોલીસે લોકોને ખાસ અપીલ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેર પોલીસની શહેરીજનોને અપીલ
ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા બાદ અમદાવાદ શહેર પોલીસે લોકોને ખાસ અપીલ કરી છે. સોશિયલ મીડિયામાં ભડકાઉ ભાષણ ન ફેલાવવાની અપીલ પોલીસ દ્વારા લોકોને કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ભડકાઉ કે ઉશ્કેરણી જનક ટિપ્પણી, મેસેજ કે વીડિયો અપલોડ કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. રાજ્યમાં ધર્મિક શાંતિ જળવાય રહે તે માટે પોલીસે લોકોને ખાસ અપીલ કરી છે. 


પોલીસ કરી રહી છે મોનિટરિંગ
સોશિયલ મીડિયા પર બીજા ધર્મ વિરુદ્ધ અપમાનજક પોસ્ટ કરવાથી બે ધર્મ વચ્ચે વિવાદ ઉભો થતો હોય છે. તેવામાં શાંતિ જળવાય રહે અને કોઈને મુશ્કેલી ન પડે તે માટે પોલીસે લોકોને આપી પોસ્ટ શેર કરવાથી દૂર રહેવાની સલાહ આપી છે. સાયબર સેલની ટીમ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ અને મેસેજ પર સતત મોનીટરિંગ કરી રહી છે. જો કોઈ વ્યક્તિ આવી પોસ્ટ કરતા ઝડપાશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ કિશન ભરવાડ હત્યા કેસ, આજે જસદણ અને વીછિંયામાં બંધનું એલાન, જેતપુરમાં નિકળશે રેલી


ધંધુકા કેસમાં ગુજરાત ATS કરશે તપાસ
ધંધુકામાં ધાર્મિક ટીપ્પણી પર ફાયરિંગ કરી કિશન ભરવાડની હત્યા મામલે ગુજરાત ATS ને સમગ્ર મામલે તપાસ સોપાઇ છે. સમગ્ર મામલાની હવે ATS તપાસ કરશે. ગૃહમંત્રીના આદેશ બાદ ATS ને તપાસ સોપાઈ છે. સોશ્યલ મીડિયાથી લઈને તમામ પહેલું પર ATS તપાસ કરશે. આ કેસમાં આરોપીઓ કોની કોની સાથે સંપર્ક હતા, તે અંગે પણ તપાસ કરાશે. હાલ સુધીની તપાસમાં મૌલવી સહિત ત્રણ પકડાયા છે. 


આ ઘટનામાં પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. આરોપીના રિમાન્ડ આધારે બાદમાં તપાસ કરાશે. સોશ્યલ મીડિયા, મોબાઈલ ડેટા સહિતની તપાસ કરાશે. ધંધુકા પોલીસની તપાસમાં ફાયરિંગ કરેલ હથિયાર મૌલવીએ પૂરું પાડ્યું તેની પણ તપાસ કરાશે. ATS ની ટીમ સમગ્ર મામલે તપાસ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube