ઉદય રંજન, અમદાવાદ: છેલ્લા એક વર્ષમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી બાઈક ચોરી થયાની ફરિયાદ મળી રહી હતી. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઘટના સ્થળ નજીકના સીસીટીવી કબ્જે કરી તપાસ હાથ ધરી હતી. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તુષાર પટેલની ધરપકડ કરી છે. અમદવાદ ક્રાઇમ બ્રાંચએ બાઈક ચોર તુષાર પટેલને ગોતામાંથી જ એક ચોરીના એક્ટિવા સાથે ઝડપી પડ્યો હતો. ધરપકડ બાદ આરોપી તુષાર પટેલની કયદેસર પૂછપરછ કરી તો એક બાદ એક 22 બાઈક ચોરીની કબૂલાત કરી નાખી હતી અને ચોરીની 12 બાઈક અમદાવાદ ક્રાઇમ બ્રાંચએ કબ્જે કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ગુજરાત યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન, કુલપતિના પૂતળાનું મગજનું ઓપરેશન કરાયું


ક્રાઇમ બ્રાંચએ રીઢા બાઈક ચોરીની પૂછપરછ કરી તો જાણવા મળ્યું હતું કે, છેલા એક વર્ષમાં અમદાવાદના શાહીબાગ, એરપોર્ટ, સરદારનગર, નરોડા, કૃષ્ણનગર, અડાલજ, નારણપુરા, સોલા, ઘાટલોડિયા, ગુજરાત યુનિવર્સીટી સેટેલાઇટ, વસ્ત્રાપુર અને બોપલમાંથી બાઈક ચોરી કરેલ છે. બાઈક ચોર તુષાર પટેલની મોડ્સઓપરેન્ડીની વાત કરીએ તો તુષાર એક ખાસ ચાવી રાખે છે જેનાથી બાઈકનું હેન્ડલ લોક અને બાઈક શરુ થઇ જતું અને સેકન્ડોમાં જ ફરાર થઇ જતો હતો.


આ પણ વાંચો:- ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબીયત નાજુક, ઓક્સીજનની માત્રા વધારાઈ


પોલીસની પૂછપરછમાં ખાસ વાતએ સામે આવી છે કે આ બાઈક ચોર બાઈકની ચોરી કરીને બાઈકને વેચતો ન હતો. માત્ર અમદાવાદમાં ફ્રેવતો હતો અને પેટ્રોલ ખૂટી જાય તો બાઈકને બિનવારસી મૂકીને બીજી બાઈક ચોરતો હતો. જેમાં એક દિવસમાં તુષાર પટેલએ ત્રણ ત્રણ બાઈક ચોરી કરી હતી. ત્યારે આ બાઈકનો બીજો એ પણ ઉપયોગ કરતો દારૂ પીવા માટે અને ત્યારે આ સિવાય અન્ય કોઈ બાઈક ચોરી કરી છે કે નહિએ અંગે પોલીસે તપાસ શારુ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube