મૌલિક ધામેચા/અમદાવાદ : સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા આયેશા આત્મહત્યા કાંડમાં તેના પતિની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદનાં આત્મહત્યા કરતા પહેલા યુવતીએ એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિોય સમગ્ર દેશમાં વાયરલ થતા તેના ખુબ જ ઉંડા પડઘા પડ્યા હતા. તેના પતિના ત્રાસના કારણે મહિલાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યં હતું. જો કે આ વીડિયો વાયરલ થયા બાદ તેનો પતિ આરીફ ખાન પઠાણ ફરાર થઇ ગયો હતો. જો કે રિવરફ્રંટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા રાજસ્થાનના પાલી ખાતેથી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surat : નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવામાં નહી આવે તો PAAS ઉગ્ર આંદોલન કરશે


પોલીસની ટીમ દ્વારા તેની અટકાયત બાદ કાલે સવારે તેને ગુજરાતમાં લવાશે. અહીં તેને કોર્ટમાં હાજર કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીને ફાંસીની સજા થવી જોઇએ તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગેના પોસ્ટર પણ લાગી ચુક્યા છે. હાલ તો પોલીસ ધરપકડ કરીને લાવ્યા બાદ તેના પર કયા આરોપો લગાવે છે તેના પર બધુ આધારિત છે. કાલે સવારે તેને અમદાવાદ ખાતે લાવવામાં આવશે. કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે. 


Vadodara: લાખોની સોનાની લૂંટ કરનારને ખેતરમાં પીછો કરીને પોલીસે ઝડપી લીધો


આઇશા નામની યુવતીએ કરેલા આપઘાતના કેસમાં હવે નવો ખુલાસો થયો છે. આઇશા દ્વારા આપઘાત અગાઉ આરિફ સાથે વાત કરવામાં આવી હતી. આઇશાને સામાન્ય વાતો શરૂ કરી હતી પણ આરીફ વારંવાર વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા માટે દબાણ કરી ત્રાસ આપતો હતો. જેને લઇ જવાની મનાઇ કરતો રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ આરીફને શોધવા માટે રિવરફ્રન્ટ પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી ચુકી છે. જો કે આયેશાના વાયરલ થયેલા વીડિયો બાદ આરીફ ભાગી છુટ્યો હોવાનું સામે આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube