Vadodara: લાખોની સોનાની લૂંટ કરનારને ખેતરમાં પીછો કરીને પોલીસે ઝડપી લીધો

શહેરના જૂના પાદરા રોડ ખાતે આવેલી એક જ્વેલર્સની દુકાનમાં 24 ફેબ્રુઆરીના રોજ સોની પર જીવલેણ હૂમલો અને દાગીનાની લૂંટ મુદ્દે પોલીસ લાંબા સમયથી આરોપીઓને શોધી રહી હતી. આ શખ્સને ઝડપી લેવા માટે શહેર પોલીસ અને ક્રાઇમબ્રાંચ કામે લાગી હતી. જેમાં ક્રાઇમબ્રાંચને ચોક્કસ માહિતી મળતા ક્રાઇમબ્રાંચની બે ટીમો ઉત્તરપ્રદેશ જવા માટે રવાના થયા હતા. 72 કલાકમાં જ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
Vadodara: લાખોની સોનાની લૂંટ કરનારને ખેતરમાં પીછો કરીને પોલીસે ઝડપી લીધો

વડોદરા : શહેરના જૂના પાદરા રોડ ખાતે આવેલી એક જ્વેલર્સની દુકાનમાં 24 ફેબ્રુઆરીના રોજ સોની પર જીવલેણ હૂમલો અને દાગીનાની લૂંટ મુદ્દે પોલીસ લાંબા સમયથી આરોપીઓને શોધી રહી હતી. આ શખ્સને ઝડપી લેવા માટે શહેર પોલીસ અને ક્રાઇમબ્રાંચ કામે લાગી હતી. જેમાં ક્રાઇમબ્રાંચને ચોક્કસ માહિતી મળતા ક્રાઇમબ્રાંચની બે ટીમો ઉત્તરપ્રદેશ જવા માટે રવાના થયા હતા. 72 કલાકમાં જ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જુના પાદરા રોડ ખાતે આવેલા રાજવી ટાવરમાં રાજેશભાઇ સોની માં કૃપા જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. 24 ફેબ્રુઆરીના રોજ પોતાની દુકાને હત્યા ત્યારે બપોરે 11.30ના ગાળામાં કાળારંગનો શર્ટ અને માથે ટોપી અને મોઢે રૂમાલ બાંધી એક વ્યક્તિ તેમની દુકાનમાં આવ્યો હતો. લૂંટના ઇરાદે આવેલા શખ્સે ધારદાર ચપ્પુ વડે તેા પર હુમલો કર્યો હતો. જેથી તે અર્ધબેભાન અવસ્થામાં તેઓ નીચે ઢલી પડ્યાં હતા. ત્યાર બાદ લૂંટારૂઓ દુકાનમાં પડેલા લોહીના ડાઘા સાફ કરીને આશરે 20-25 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના લઇને નાસી છુટ્યા હતા. 

આરોપી લૂંટ કર્યા બાદ રાત્રે 09.30 વાગ્યા પોતાના ઘરની આસપાસ ફર્યો હતો. ત્યાર બાદ તે રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. જ્યાં રાજસ્થાનથી ઉત્તરપ્રદેશ જતી ટ્રેનમાં દીપક ચડ્યો હતો. અલ્હાબાદ નજીક પ્રતાપગંજ ખાતેના દેલ્હુપુર ગામમાં પોતાની સાસરીમાં આશરો લેવા માટે પહોંચ્યો હતો. જો કે એ જ ગામમાં તેનું પણ ઘર હોવાથી તે પોલીસની બીકે પોતાના સાસરીમાં જ રહ્યો હતો.

જો કે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. પરંતુ પોલીસ જો પોલીસ પહેરવેશમાં પહોંચે તો તેઓના ભાગી જવાની શક્યતા રહેલી હતી. જેથી પોલીસે અલ્હાબાદ પહોંચીને સ્થાનિક પહેરવેશ ધારણ કર્યો હતો. ગામમાં પ્રવેશતા સમયે તેઓએ ગાડીની નંબર પ્લેટો પણ કાઢી નાખી હતી. આશરે 12 કલાક સુધી ગામની રેકી કરીને તેમણે આરોપીઓને શોધી કાઢ્યો હતો. તેમ છતા પણ આરોપી ભાગ્યોહ તો. જો કે ખેતરમાં ફિલ્મી ઢબે તેનો પીછો કરીને દિપક મિશ્રાને ઝડપી લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news