મૌલિક ધામેચા / અમદાવાદ : કરોડો ની વ્હેલ અમ્બરગ્રીસ સાથે 3 આરોપીઓ ઝડપાયા , ભારતનો 3જો સૌથી મોટો કેસ માત્ર 2 પોલીસ કર્મીની સજાગતાથી ઉકેલાયાનો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત પોલીસમાં રેકોર્ડમાં સૌ પ્રથમ ગુનો અમદાવાદના આંનદનગર પોલીસે નોંધ્યો વ્હેલ એમ્બરગ્રીસનો તસ્કરીનો ગુનો. જે અંગે આનંદ નગર પોલીસે  વ્હેલ અંબરગ્રીસના 5 કિલો ૩૫૦ ગ્રામ જથ્થા સાથે 3 ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. માનવામાં આવી રહયું છે કે, આંતરાષ્ટ્રીય બજારમાં તેની કિમંત અંદાજે ૭ કરોડ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે આ રેકેટના ૩ કમીશન એજન્ટની ધરપકડ કરી પરંતુ વેચનાર અને ખરીદનાર બંને આરોપીઓ ફરાર છે. જેની શોધખોળ પોલીસે હાથ ધરી છે. આનંદનગર પોલીસ કસ્ટડીમાં રહેલા ૩ આરોપી કે જેમના નામ સુમેર સોની, ખાલિદ ઓફિ, શરીફ છીડા છે ૩ આરોપીને ગઈ કાલે મોડી રાત્રે પ્રહલાદનગર દેવપ્રિયા કોમ્પલેક્ષ પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે. 


આરોપી પાસેથી વ્હેલ માછલીની વોમીટ એટલે કે અંબરગ્રીસ મળી આવ્યુ હતુ. જે અંબરગ્રીસને FSL તથા ફોરેસ્ટ વિભાગ રાસે ખાતરી કરાવી  5 કિલો 350 ગ્રામનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિમંત 7 કરોડથી વધુની થાય છે. ઉપરાંત પોલીસે ગાડી અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓની પોલીસે પ્રાથમિક  પુછપરછ કરતા સામે આવ્યુ કે, ખાલિદ અને શરિફ નામના બંને આરોપી ભાવનગર અને કેશોદના રહેવાસી છે. 


તેઓ આ અંબરગ્રીસ લાવ્યા હતા અને રાજસ્થાનના વતની સુમેરની મદદથી તેનુ વેચાણ કરવાના હતા. પરંતુ અમદાવાદમાં આ સોદો પુરો થાય તે પહેલાજ પોલીસે તમામની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો. મહત્વની વાત એ છે કે સુમેર શાકભાજીના ટ્રેડિંગનુ કામ કરે છે. ઉપરાંત ખાલિદ અને શરીફ છુટક મજુરી કરે છે. જેથી આ ૩ માથી એક પણ આરોપી દરિયાઈ કામ સાથે સંકળાયેલો નથી.  જેથી વ્હેલ માછલીની અંબરગ્રીસ વેચનાર અને ખરીદનાર બંને આરોપીઓ અલગ અલગ છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. 


આનંદનગર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી અરવિંદ ઝાલા અને ગોપાલ આયરની માહિતીના આધારે 7 કરોડથી વધુની કિંમતનુ આ અંબરગ્રીસ પોલીસ કબજે કરી શક્યું છે. તપાસ દરમ્યાન આંતરાષ્ટ્રીય રેકેટનો ખુલાસો થઇ શકે છે.  જેથી બંને પોલીસકર્મીને DCP દ્વારા ઈનામ આપી બીરદાવાયા છે. તો બીજી તરફ આંતરાષ્ટ્રીય રેકેટા અન્ય સુત્રધારોને ઝડપી લેવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube