જાવેદ સૈયદ/ અમદાવાદ: અમદાવાદમાં વધુ એક સાઇબર ક્રાઇમની ઘટના સામે આવી છે. આ ધટનામાં મહિલાએ જ મહિલાના ચારિત્ર્યને ગંદુ કરવાનું કામ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર ચાર ફેક આઇડી બનાવી બિભસ્ત મેસેજ કરનાર મહિલાની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. જાણો શું છે સમગ્ર ઘટના...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે અહીં ક્લિક કરો: અમદાવાદમાં ઉલટી ગંગા, શાળા સંચાલકના બિભત્સ ફોટા મહિલાએ કર્યા વાયરલ


મહિલા આરોપી અપૂર્વાએ ઇન્સ્ટાગ્રામમાં tudhule, livepigso, mainhuna420, shonaloveshivam નામે ચાર ફેક આઈડી બનાવ્યા હતા. આ આઇડી દ્વારા અપૂર્વા ફરિયાદી મહિલાને બિભસ્ત મેસેજ કરી હેરાન કરતી હતી. આ ઉપરાંત અપૂર્વાએ ફરિયાદી મહિલાનું ચારિત્ર્યને ગંદુ છે તેવો મેસેજ તેના ભાઇને મોકલ્યો હતો. તેમજ મહિલાના મિત્રોને તેની પાસેથી ઉછીના 30 હજાર રૂપિયા લીધા છે તેવા મેસેજ પણ કર્યા હતા.


વાંચવા માટે અહીં ક્લિક કરો: ગુજરાતમાં કરોડોનું કૌભાંડ કરનાર વિનય શાહ પકડાઇ તો ગયો, હવે આગળ શું?


આ સમગ્ર મામલાની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી અપૂર્વાની સાઇબર ક્રાઇમના ગુનામાં ધરપકજ કરી હતી. અપૂર્વા શાહ ડિપ્લોમામાં ઇ.સીએનો અભ્યાસ કર્યો છે અને ઇલેક્ટ્રિક કંપનીમાં કામ કરતી હતી પરંતુ બદલાની ભાવનામાં આજે જેલ જવાનો વારો આવ્યો છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...