સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું મોત થતાં અમદાવાદ પોલીસ સફાળી જાગી
શહેરમાં એક 20 વર્ષની યુવતીનું પરીક્ષામાં પાસ કરાવી આપવાની લાલચ આપીને જાતિય શોષણ કર્યા બાદ તેને ગર્ભવતી બનાવી દેવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે, યુવતીના મૃત્યુ બાદ પોલીસ હવે તેના આરોપીઓની શોધખોળમાં લાગી છે અને ચાર આરોપીમાંથી બે આરોપી પકડી પાડ્યા છે, એક ફરાર છે અને એકની ઓળખ પ્રસ્થાપિત કરવાની બાકી છે
ઉદય રંજન/ અમદાવાદઃ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કલંગ લગાવતી અને આંચકારૂપ ઘટના બહાર આવી છે. એક 20 વર્ષિય એક યુવતીને ચાર નરાધમો સામુહિક દુષ્કર્મ ગુજારીને તેને ગર્ભવતી બનાવી દેવાઈ હતી. યુવતી જ્યારે ગર્ભવતી બની ત્યારે સામુહિક દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો હતો. જોકે, આ યુવતી બાળકને જન્મ આપે તે પહેલાં જ બાળકનું યુવતીના ગર્ભમાં મોત થઈ ગયું હતું. જેના કારણે યુવતીના શરીરમાં ઝેર ફેલાઈ ગયું હતું. બે મહિનાની સારવાર બાદ યુવતીનું ગુરૂવારે મોત થયું હતું.
શહેર પોલીસની નિષ્ક્રિયતા આ કિસ્સામાં જોવા મળી. યુવતી છેલ્લા બે મહિનાથી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હતી ત્યારે પોલીસને આરોપીઓને પકડવાની ફુરસદ મળી ન હતી. આજે યુવતીનું મોત થતાં જ પોલીસ અચાનક સક્રિય બની ગઈ હતી અને કલાકોમાં જ બે આરોપીઓને ઝબ્બે કરી લીધા હતા. મુખ્ય આરોપી હજુ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
પિતાએ દત્તક લીધી હતી
20 વર્ષ પહેલા જે બાળકીને દત્તક લીધી હતી ત્યારે આ પિતાને સ્વપ્ને પણ ખયાલ નહીં હોય કે તેનું આવી રીતે મોત થઈ જશે. ભોગ બનનાર યુવતી જ્યારે ત્રણ મહિનાની હતી ત્યારે તેને દત્તક તરીકે લઈને દિકરીની જેમ તેનો ઉછેર કર્યો હતો.
રાજ્યમાં બે નવી મેડિકલ કોલેજ માટે કુલ 300 બેઠકને MCIની મંજૂરીઃ નીતિન પટેલ
યુવતીના પિતાનો આરોપ
યુવતિના પિતાએ જણાવ્યું કે, આઠેક મહિના પહેલા હાર્દિક અને એબીવીપીના અંકિત સહિત ચાર શખ્સોએ તેમની દિકરી સાથે ગેંગરેપ કર્યો હતો. યુવતીએ આ ઘટનાની ઘરમાં જાણ કરી ન હતી, પરંતુ તે જ્યારે ગર્ભવતી બની ગઈ ત્યારે પરિવારને ખબર પડી હતી. ત્યાર પછી 18 એપ્રિલના રોજ રામોલ પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે આજ સુધી એક પણ આરોપીની ધરપકડ કરી ન હતી. બળાત્કાર પછી યુવતીની તબીયત ખરાબ થઈ ગઈ હતી અને સારવાર ચાલી રહી હતી. ગુરુવારે બપોરે યુવતિનું મોત થતાં હવે પોલીસ સફાળી જાગી છે.
યુવતીએ શું કહ્યું હતું ફરિયાદમાં
યુવતીએ દાખલ કરાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, "તે શહેરની એક કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. વાર્ષિક પરીક્ષામાં એટીકેટી આવતાં તે ફોર્મ ભરવા ગઈ હતી. ત્યારે ત્યાં નોકરી કરતા એક યુવકે તેને એટીકેટીમાં પાસ કરી દેવાની ખાતરી આપી તેની સાથે મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ આ યુવકે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એક યુવકે પહેલા આ યુવતિ સાથે બળાત્કાર ગુજાર્યા બાદ અન્ય ત્રણ યુવકોને યુવતીને સોંપી દીધી હતી. આ ત્રણ યુવકોએ પણ યુવતીને એટીકેટીમાં પાસ કરાવી દેવાની લાલચ આપી હતી અને જુદી-જુદી જગ્યાએ લઈ જઈને તેની સાથે સામુહિક દુષ્કર્મ ગુજરાતા હતા."
તુવેર કૌભાંડ પછી પંચમહાલમાં બહાર આવ્યું 1.56 કરોડનું અનાજ કૌભાંડ
યુવતીને પીવડાવતા હતા કેફી પીણું
યુવતીએ ફરિયાદમાં લખાવ્યું છે કે, "આ યુવકો જ્યારે તેને બહાર લઈ જતા ત્યારે તેને કેફી પીણુ પીવડાવીને બેભાન કરી દેતા હતા. ત્યાર બાદ યુવકો વારાફરતી તેના પર સામુહિક દુષ્કર્મ ગુજરાતા હતા અને તેનું જાતીય શોષણ કરતા હતા. તે જ્યારે ગર્ભવતી બની ગઈ ત્યારે શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ બની ગઈ હતી."
પોલીસ સફાળી જાગી
યુવતીના મૃત્યુ અને તેના જાતીય શોષણ અંગેનો અહેવાલ જ્યારે અમદાવાદના મીડિયામાં આવ્યો ત્યારે રામોલ પોલીસ અચાનક ઊંઘમાંથી જાગી ગઈ હતી. પોલીસે યુવતીની ફરિયાદના લગભગ એક મહિના પછી આરોપીઓની શોધખોળ શરૂ કરી અને માત્ર એક દિવસમાં અંકિત પારેખ અને ચિરાગ વાઘેલા નામના બે આરોપીને પકડી પાડ્યા હતા.
વડોદરાની આર્ટિસ્ટ માતા-પુત્રીએ કેનવાસ પર બનાવ્યા પીએમ મોદીના આદમ કદના પોટ્રેટ
આ અંગે ડીસીપી અક્ષયરાજે માહિતી આપતા જણાવ્યું કે, પોલીસે યુવતીના બળાત્કારના કેસમાં હત્યાની કલમ ઉમેરીને તપાસ ચાલુ કરી છે. અંકિત પારેખ અને ચિરાગ વાઘેલા નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત હાર્દિક શુક્લ નામનો મુખ્ય આરોપી અને રાજ નામનો એક અન્ય આરોપી હજુ ફરાર છે. પોલીસે યુવતીના કોલ ડિટેઈલના આધારે તપાસ આગળ વધારી છે. અંકિત પરેખ ABVP નો કાર્યકર્તા ઉપરાંત ગુજરાત યુનિવર્સીટીના સ્કૂલ ઓફ સાયન્સ વિભાગમાં ક્લાર્ક તરીકે નોકરી પણ કરે છે.